For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પ્રશાસનને ખબર નથી કેવી રીતે થયુ 10 દર્દીઓનુ સંક્રમણ, કમ્યુનિટી ટ્રાંસમિશનની શંકા

ચોંકાવનારી વાત એ છે કે રાજ્યમાં આરોગ્ય અધિકારીઓને હજુ સુધી એ ખબર નથી પડી કે કમસે કમ 10 સંક્રમિત દર્દીઓમાં આ સંક્રમણ કેવી રીતે થયુ.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધી આનાથી સંક્રમિત થવાથી 1600થી વધુ કેસ સામે આવ્યા છે. વળી, લગભગ 40 લોકોના મોત થઈ ચૂક્યા છે. વાત જો માત્ર ગુજરાતની કરીએ તો સોમવારે અહીં કોરોના વાયરસથી બે મોત થયા. સોમવારે જ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે રાજ્યમાં આરોગ્ય અધિકારીઓને હજુ સુધી એ ખબર નથી પડી કે કમસે કમ 10 સંક્રમિત દર્દીઓમાં આ સંક્રમણ કેવી રીતે થયુ.

10 દર્દીઓમાં સંક્રમણનો સ્ત્રોત જાણી શકાયો નથી

10 દર્દીઓમાં સંક્રમણનો સ્ત્રોત જાણી શકાયો નથી

સ્થાનિક પ્રશાસને પણ આ અંગેની પુષ્ટિ કરી છે કે કોરોના પૉઝિટીવ મળેલા કમસે કમ 10 દર્દીઓમાં સંક્રમણનો સ્ત્રોત જાણી શકાયો નથી. સંક્રમણથી મરનાર 6 વ્યક્તિઓમાં અમદાવાદની રહેવાસી 46 વર્ષીય મહિલા આસ્ટોડિયાની હતી. તેમને ફેફસાની સમસ્યા થઈ હતી. વળી, ગોમતીપુર વિસ્તારની 47 વર્ષીય મહિલાને સુગર હતુ. અમદાવાદ નગર નિગમના અધિકારીએ કહ્યુ કે આ બે કેસમાં સંક્રમણના સ્ત્રોત વિશે જાણવાનુ બાકી છે.

કમ્યુનિટી ટ્રાન્સમિશનની શંકા

કમ્યુનિટી ટ્રાન્સમિશનની શંકા

અધિકારીએ જણાવ્યુ કે અમદાવાદમાં 59 વર્ષીય મેડીકલ વ્યવસાયી માટે સંક્રમણનો સ્ત્રોત જેણે 26 માર્ચે પૉઝિટીવ પરીક્ષણ કર્યુ હતુ તે અજ્ઞાત છે. પરંતુ અધિકારીઓને શંકા છે કે એક ચિકિત્સા વ્યવસાયી હોવાના કારણે તે એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે પૉઝિટીવ કેસોની વધતી સંખ્યા સાથે, તે નિરીક્ષણ વધારવાની યોજના બનાવી રહ્યા છે.

 લોકોનુ સમર્થન ન મળવાથી વધી રહ્યા છે કેસ

લોકોનુ સમર્થન ન મળવાથી વધી રહ્યા છે કેસ

દેશમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે આરોગ્ મંત્રાલયનુ કહેવુ છે કે મહામારી સામે લડવા માટે ડૉ. વિનોદ પાલની આગેવાનીમાં એક કમિટીની રચના કરવા આવશે. કમિટી રિસર્ચને આગળ વધારવાનુ કામ કરશે. ટેકનિકલ માહિતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 227 નવા કેસ સામે આવ્યા છે. સરકારનુ કહેવુ છે કે લોકોનુ સમર્થન ન મળવાથી કેસ વધી રહ્યા છે. સરકારનુ કહેવુ છે કે કોરોનાની લડાઈમાં બધાનો સાથ મળવો જોઈએ. કોરોના સામે લડવા માટે તુર્કી, કોરિયા અને વિયેટનામથી મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કેન્દ્રઃ કોરોના પર સરકારી પુષ્ટિ વિના સમાચાર પ્રકાશિત ન કરે મીડિયાઆ પણ વાંચોઃ કેન્દ્રઃ કોરોના પર સરકારી પુષ્ટિ વિના સમાચાર પ્રકાશિત ન કરે મીડિયા

English summary
Gujarat: Source of Coronavirus infection unknown for at least 10 patients, officials suspect community transmission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X