For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: પરીક્ષા દરમ્યાન દારૂના નશામાં ધુત થઈ શિક્ષક ઊંઘી ગયો

ગુજરાતના છોટાઉદેપુરના કઠમાંગવાની એક પ્રાથમિક શાળામાં એક શિક્ષકે ખૂબ દારૂ પીધો. તે પછી, તેણે પરીક્ષાઓ દરમિયાન હરકતો કરવાનું શરૂ કર્યું

|
Google Oneindia Gujarati News

ગુજરાતના છોટાઉદેપુરના કઠમાંગવાની એક પ્રાથમિક શાળામાં એક શિક્ષકે ખૂબ દારૂ પીધો. તે પછી, તેણે પરીક્ષાઓ દરમિયાન હરકતો કરવાનું શરૂ કર્યું. થાક્યા પછી ત્યાં જ સૂઈ ગયો. શિક્ષક પરીક્ષાર્થીઓનું સુપરવિઝન કરવાને બદલે ઊંઘતો રહ્યો. પાછળથી કેટલાક લોકોએ તેને ઉઠાડવા લાગ્યા, તો તેણે ફરીથી હરકતો શરૂ કરી. આ મામલો ગ્રામજનો સુધી પહોંચ્યો. જે બાદ લોકોએ તેના ફોટા પાડ્યા અને સાથે સાથે વીડિયો બનાવવાનું પણ શરૂ કરી દીધું. દારૂ પીને ગેરવાજબી કૃત્ય કરનાર શિક્ષકની ઓળખ રાવજીભાઇ વસાવા તરીકે થઇ હતી. તેના દ્વારા ફેંકવામાં આવેલી દારૂની થેલી પણ સ્કૂલ નજીક જોવા મળી હતી. તેણે ખાલી થેલી ઝાડીમાં ફેંકી દીધી.

gujarat news

પત્રકારના જણાવ્યા પ્રમાણે, જયારે લોકોએ શિક્ષકને ઉભો કર્યો ત્યારે તે પોતાની જાતને બીમાર ગણાવીને ત્યાંથી ચાલ્યો ગયો. બાળકોની પરીક્ષા ચાલતી રહી. ગામલોકોએ શિક્ષક પર વિદ્યાર્થીનીઓની છેડતી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. વર્ગખંડની બારીની બહાર તેઓને દારૂની થેલી પણ મળી હતી. આ કેસમાં ટી.પી.ઓ અરવિંદભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે તપાસ બાદ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે કઠમાંગવા ગામ બોડેલી તહસીલમાં આવે છે. જ્યાં પ્રાથમિક શાળામાં આ દિવસોમાં પરીક્ષાઓ ચાલી રહી છે. નાના બાળકો તેમના પેપર આપી રહ્યા હતા ત્યારે શિક્ષકે દારૂ પીધો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં લેવાઈ જજની પરીક્ષા, બધા જ જજો અને વકીલો ફેલ થયા

English summary
Gujarat: The teacher fell asleep while drunk during the exam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X