For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં લેવાઈ જજની પરીક્ષા, બધા જ જજો અને વકીલો ફેલ થયા

ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશોની ભરતી માટે માર્ચમાં અરજીઓ કાઢવામાં આવી હતી. જેના માટે 1372 વકીલોએ ફોર્મ ભર્યા હતા.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશોની ભરતી માટે માર્ચમાં અરજીઓ કાઢવામાં આવી હતી. જેના માટે 1372 વકીલોએ ફોર્મ ભર્યા હતા. જે બાદ એલિમિનેશન ટેસ્ટ જૂન મહિનામાં થયો હતો. એલિમિનેશન ટેસ્ટ માટે લેખિત કસોટી પર બેઠેલા 199 ન્યાયાધીશો અને 1372 વકીલોમાંથી કોઈપણ પાસ થઈ શક્યું નહીં. જેના કારણે ગુજરાત હાઇકોર્ટે પરિણામ 'શૂન્ય' જાહેર કર્યું છે. હવે ફરી પરીક્ષા લેવામાં આવશે. આ કેસ ખૂબ જ ચોંકાવનારો છે કે જિલ્લા ન્યાયાધીશોની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો નિષ્ફળ ગયા. આ પહેલા દેશમાં ક્યાંય પણ આવું બન્યું નથી.

હાઇકોર્ટની પરીક્ષામાં બેઠેલા 199 જજ અને 1372 વકીલો ફેલ

હાઇકોર્ટની પરીક્ષામાં બેઠેલા 199 જજ અને 1372 વકીલો ફેલ

હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલનું કહેવું છે કે નિયમો અનુસાર, પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળતાની સ્થિતિમાં હાઈકોર્ટ ફરીથી પરીક્ષા લેશે. જેમાં જુના અને નવા ઉમેદવારો પણ અરજી કરીને પરીક્ષા આપી શકે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ફરીથી કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે પરિણામ ઝીરો આવ્યા બાદ હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પરીક્ષા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને અરજીઓ માંગવામાં આવશે.

પરીક્ષા કેવી રીતે થઇ હતી અને કેમ બધા ઉમેદવારો ફેલ થયા

પરીક્ષા કેવી રીતે થઇ હતી અને કેમ બધા ઉમેદવારો ફેલ થયા

હાઈકોર્ટના નિયમો અનુસાર જિલ્લા જજની ખાલી પડેલી 65 ટકા જગ્યાઓ વરિષ્ઠ સિવિલ જજને પ્રમોશન આપીને ભરવામાં આવે છે. માત્ર 25 ટકા લોકો ઇન્ટરવ્યૂ દ્વારા ભરવામાં આવે છે અને બાકીના 10 ટકા જિલ્લા ન્યાયાધીશોની પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટ દ્વારા 26 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી.

કોઈપણ ઉમેદવાર 50 ટકાથી વધુ નંબર મેળવી શક્યો નહીં

કોઈપણ ઉમેદવાર 50 ટકાથી વધુ નંબર મેળવી શક્યો નહીં

જિલ્લા ન્યાયાધીશોની આ પરીક્ષામાં 199 જજ અને 1372 વકીલો બેઠેલા હતા. જો કે, જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે એક પણ ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થયા નહીં. કોઈપણ ઉમેદવાર 50 ટકાથી વધુ નંબર મેળવી શક્યો ન હતો. અંતે, ગુજરાત હાઇકોર્ટે શૂન્ય પરિણામ જાહેર કર્યું.

આ પણ વાંચો: ગુજરાતમાં PhD અને Btechની ડિગ્રી ધારકો પટાવાળાની નોકરી કરવા મજબૂર!

English summary
Examination of Gujarat Judge, all the judges and lawyers failed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X