Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં PhD અને Btechની ડિગ્રી ધારકો પટાવાળાની નોકરી કરવા મજબૂર!

ગુજરાતમાં PhD અને Btechની ડિગ્રી ધારકો પટાવાળાની નોકરી કરવા મજબૂર!

ગાંધીનગરઃ ગુજરાતમાં હાઈકોર્ટ દ્વારા ચતુર્થ શ્રેણીના 1149 પદ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. આ પરીક્ષા માટે પીએચડી ધારકોએ પણ અરજી કરી. એટલે કે તેમને પોતાની ડિગ્રીના સ્તરથી ઘણા નીચલા સ્તરની નોકરીની પરીક્ષા આપવી યગ્ય લાગ્યું. પીએચડી ધારક જ નહિ બલકે બીટેક ડિગ્રીધારક એન્જીનિયર અને ગ્રેજ્યુએટ યુવકોએ પણ અરજી કરી. જજની સમકક્ષ ડિગ્રી ધારક યુવકોએ પણ પટાવાળાના પદ માટે પરીક્ષા આપી. આ સ્થિતિ જોવા પર લાગે છે કે ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ ઘણો વધી ગયો છે.

peon

જણાવી દઈએ કે ગુજરાતમાં પટાવાળાની નોકરી મેળવનાર યુવકોને પ્રતિમાસ 30 હજાર રૂપિયા પગાર આપવાની ઘોષણા કરવામાં આવી હતી. એવામાં લોકો સારું વેતન મેળવવા માટે પાછળ નથી હટવા માંગતા. અહીં હાઈકોર્ટ દ્વારા ચતુર્થ શ્રેણીના ખાલી પડેલ 1149 પદો માટે આયોજિત પરીક્ષા માટે 1,59,278 યુવાનોએ આવેદન કર્યું.

સંવાદદાતા મુજબ પરીક્ષામાં આવેદન કરનારાઓમાં રાજ્યના ગ્રેજ્યુએટ, એલએલએમ અને ડૉક્ટરેટ પરીક્ષા ઉતીર્ણ કરનાર યુવકો પણ સામેલ હતા. 7 પીએચડી ધારકોએ પટાવાળાની નોકરી માટે હામી ભરી. જ્યારે હાઈકોર્ટના જજ બનવા માટે એલએલએમની ડિગ્રી સ્વીકૃત કરવામાં આવી છે. પટાવાળાની પરીક્ષામાં એલએલએમની ડિગ્રી ધારક યુવકોએ ઉતીર્ણ થઈ નોકરી કરવી સ્વીકારી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X