For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં ગુજરાતના ત્રીજા નાણા પંચની બેઠક યોજાઇ ગઇ

|
Google Oneindia Gujarati News

finance
સુરત, 5 એપ્રિલ : રાજ્ય નાણા પંચના અહેવાલના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને જુદા જુદા કરો પૈકીનો ભાગ અને ગ્રાંટની વહેંચણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક તંત્રને વધારે સુવિધા સંપન્ન બનાવવાના હેતુસર દેશના બંધારણમાં 73 અને 74 સંશોધન પછી દરેક રાજ્યમાં નાણા પંચની રચના કરવાનું ફરજીયાત બનાવાયુ છે.

જે પ્રમાણે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને જુદા જુદા કરો પૈકીનો ભાગ અને ગ્રાંટની વહેંચણી કરે છે. આ કામગીરીના ભાગરૂપે આ રાજ્યં નાણાપંચ રાજ્ય સરકારને પોતાનો અહેવાલ રજૂ કરે તે પહેલા જેઓનું હિત સમાયેલું છે. તેવી પંચાયતો અને નગરપાલિકાઓના સૂચનો મેળવવા ગુરુવારની બેઠકનો મૂળ હેતુ હતો.

સૂરત જિલ્લા સેવાસદન-2 ખાતે યોજાયેલી બેઠકમાં ગુજરાત રાજ્યય ત્રીજા નાણાપંચના સભ્ય યમલ વ્યાસ, સભ્ય સચિવ ડી. એન. પાંડેએ ઉપર મુજબ જણાવી ઉમેર્યું હતું કે નાણાપંચના અહેવાલના આધારે આગામી પાંચ વર્ષ દરમિયાન પંચાયતો અને નાગરપલિકાઓને ગ્રાંટની વહેંચણી કરવામાં આવે છે. જેમાં આપના સૂચના અનુભવો પરિણામલક્ષી બની શકે છે.

આજે આ પ્રકારની 20મી બેઠક સુરત જિલ્લામાં યોજાઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે સુરત જિલ્લા ખાસ મહત્વનો અને ઝડપી વિકાસ ધરાવતો હોઇ, લોકોની અપેક્ષા પણ વધુ હોય, તે સામે આવકના સ્ત્રોતો પણ વિચારવા જરૂરી રહે છે. જે માટે આપના સૂચનો લોકાભિમુખ વહીવટમાં ઘણા માગદર્શીય રહેશે.

આ પ્રસંગે પ્રમુખ અશ્વિનભાઈ પટેલે ગ્રામ પંચાયતમાં ઓક્ટ્રોય નાબુદ થતા પંચાયતને 10 ટકા ઉપકર મળતો બંધ થયો, ગ્રામ પંચાયત વિસ્તારમાં મોટા ઉદ્યોગો આવેલા છે. તેની ગ્રાન્ટર પહેલાની જેમ ગ્રામપંચાયતને મળે તે બાબતે રજૂઆત કરી હતી.

બેઠકમાં વેરો, પીવાના પાણીની સુવિધા, સ્વબચ્છરતા, સ્ટ્રીતટ લાઇટ સમયસર ગ્રાન્ટે ફાળવણી, વસતીના ધોરણે અનુદાન ફાળવવું, ટેક્નીકલ સ્ટાબફ, હરાજીના પ્રશ્નો બાબતે નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

આ બેઠકમાં ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં હોર્ડિંગ્સ હોય તો ગ્રામ પંચયાત કર નાખી શકે છે. તાલુકા પંચાયતને પણ સુવિધા આપવાની સાથોસાથ તેને ઉપકર નાખવાની સત્તા છે. સ્થાકનિક સ્વરાજ્યની સંસ્થાઓએ સ્વાયત્તતાની સાથોસાથ નાણાકીય રીતે પણ સધ્ધાર થવું જરૂરી છે. જેથી જન સમુખાકારીમાં વધારો થઇ શકે.

બેઠકમાં નગરપાલિકાના તથા તાલુકા પંચાયત પ્રમુખો જિલ્લા વિકાસ અધિકારી રેમ્યાં મોહન, અધિક કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા આયોજન અધિકારી પંચાલ, ચીફ ઓફિસર સર્વે ઉપસ્થિત રહ્યાં હતાં.

English summary
Gujarat third finance commission meet was held in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X