For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં મ્યૂકોરમાયકોસિસની દવાનું ઉત્પાદન વધારવામાં આવશે

દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી, ત્યારે બ્લેક ફંગસ અને મ્યૂકોરમાયકોસિસની બીમારીએ પણ પોતાનો કહેર વરસાવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી, ત્યારે બ્લેક ફંગસ અને મ્યૂકોરમાયકોસિસની બીમારીએ પણ પોતાનો કહેર વરસાવ્યો હતો. તેવા સમયે પ્રોક્યુરિંગ એમ્ફોટેરીસીન B નામની દવાનો ઉપયોગ મ્યૂકોરમાયકોસિસ અને બ્લેક ફંગસના દર્દીઓની સારવાર માટે કરવામાં આવતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ડઝનેક ફાર્માસ્યુટિકલ કંપનીસને એન્ટી ફંગલ દવાઓનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યના FDCAના જણાવ્યા મુજબ, એસક્યોર ફાર્માસ્યુટિકલ્સ લીમિટેડ, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લીમિટેડ, સન ફાર્માસ્યુટિકલ્સ લીમિટેડ, અલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લીમિટેડ, BDR ફાર્માસ્યુટિકલ્સ ઇન્ટરનેશનલ, લાયકા લેબ્સ લીમિટેડ, સ્વીસ પેરેન્ટારાલ્સ લીમિટેડ અને ગુફિક બાયોસાયન્સીસ લીમિટેડને એન્ટી ફંગસ દવાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.

Ahmedabad news

ગુજરાત FDCAના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા એમ્ફોટેરીસીન Bના લીપોસોમલ અને ઇમુલ્શન ઇન્જેક્શનનું ઉત્પાદન કરવા માટે મે, 2021થી ડઝનેક ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓને 19 જેટલા લાઇસન્સ આપવામાં આવ્યા છે.

એમ્ફોટેરીસીન B એ સામાન્ય રીતે ઇન્જેક્શન મારફતે આપવામાં આવતી એક એન્ટી ફંગલ દવા છે. જેનો ઉપયોગ ગંભીર, જીવલેણ ફંગલ ઇન્ફેક્શન અને લિશમેનિયાસિસની સારવાર માટે થાય છે. ભારતમાં આ દવાનો ઉપયોગ મ્યૂકોરમાયકોસિસની સારવાર માટે કરવામાં આવે છે. મ્યુકોરમાયકોસિસ થયા બાદ પૂરતી સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે.

ઘણી કંપનીઓએ એમ્ફોટેરીસીન B દવા બનાવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે અન્ય કેટલીક કંપનીઓ દવા બનાવવાની શરૂઆત કરવાની તૈયારી કરી રહી છે. એમ્ક્યુરના પ્રેસિડન્ટ ઓપરેશન સમિત મહેતાએ જણાવ્યું હતું કે, એમ્ક્યુરને ગુજરાતના તેના પ્લાન્ટમાં એમ્ફોટેરીસીન B બનાવવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે અને તેનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે.

હાલના આદેશ મુજબ પ્લાન્ટમાંથી દર મહિને 54,૦૦૦ યુનિટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. સમિત મહેતાએ ઉમેર્યું હતું કે, વર્તમાન રોગચાળાને ધ્યાનમાં રાખીને ભારતમાં જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, તેનો સામનો કરવા માટે જરૂરી પ્રમાણમાં ઉત્પાદન કરવાનું ચાલુ રાખવામાં આવશે. કી-એક્સિપિઅન્ટ (DSPG-Na)ના ઓછા સપ્લાયને કારણે અમદાવાદ સ્થિત ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદન શરૂ કરી શક્યું નથી. ઇન્ટાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ડિલિવરી હવે 2 ઓગસ્ટના રોજ થવાની શક્યતા છે. જે મુજબ અમે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં દવાનું ઉત્પાદન કરીશું અને મહિનાના અંત સુધીમાં 1,600 યુનિટ પહોંચાડી શકીશું.
વધુ કંપનીઓના પ્રવેશવાથી આ એન્ટી ફંગલ ડ્રગનો પૂરતો પુરવઠો ઉભો કરવામાં મદદ મળશે. કોરોનાની બીજી લહેર દરમિયાન કોવિડ દર્દીઓમાં બ્લેક ફંગસના ઝડપી ફેલાવાએ દેશ માટે મોટો પડકાર ઉભો કર્યો હતો. વિવિધ રાજ્યોની એમ્ફોટેરીસીન Bની અછતને પહોંચી વળવામાં મદદ મળશે.

20મી જુલાઈના રોજ રાજ્યના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં કોરોના મ્યુકોરમાયકોસિસ સંક્રમણના 45,374 કેસ નોંધાયા છે. ભારતમાં નોંધાયેલા કેસોમાં મહારાષ્ટ્ર (9,348 કેસ) અને ગુજરાત (6,731)ના કેસ કુલ કેસના 35 ટકા છે.

English summary
While some of the companies have already started making this drug, few others are in the process to do so. "Emcure has been granted a licence to make Amphotericin at its plant at Gujarat and production has already started," said Samit Mehta, president-operations, Emcure. As of now, 54,000 units per month are being produced from the plant in line with the current orders. We will continue to produce the quantity as required to meet the challenges that India faces in the present pandemic scenario, Mehta added.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X