For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાણી-પીણીમાં પણ ગુજરાત નં-1, બંગાળ સૌથી પાછળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pani-puri
નવી દિલ્હી, 13 માર્ચ: ખાણી-પીણીની ચીજો અને રોજબરોજ ઉપયોગમાં આવનારી ચીજોમાં ગુજરાત દેશમાં અવલ્લ છે, જ્યારે પશ્વિમ બંગાળ આ મુદ્દે સૌથી નીચલા સ્થાન પર છે. એસોચૈમના એક રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2004-05માં ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ ફૂડ કન્ઝ્યુમર ઉત્પાદનમાં 28 ટકાનો વધારો થયો છે તો બીજી તરફ રોજબરોજના ઉપયોગમાં આવનાર ચીજવસ્તુઓની ખપતમાં 33 ટકાનો વધારો થયો છે.

ખાદ્ય અને ગેરખાદ્ય ઉત્પાદનો પર પ્રતિ વ્યક્તિ ખપત મુજબ રાજ્યનો વિકાસ દર આ દરમિયાન 1.6 અને 8 ટકા રહ્યો છે અને રોજબરોજની વસ્તુઓ પર વ્યય ક્ષમતાના રૂપમાં આ નકારાત્મક રહી હતી. રિપોર્ટ મુજબ ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓ પર સરેરાશ 2584 રૂપિયા દર મહિને ખર્ચ કરવામાં આવે છે. જ્યારે જમ્મૂ-કાશ્મીરમાં 2378 રૂપિયા, પંજાબમાં 2377 રૂપિયા જ્યારે ઓરિસ્સામાં સૌથી ઓછા 1215 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.

ગ્રામીણ વિસ્તારોમાં હરિયાણા સૌથી આગળ

ગ્રામીણ વિસ્તારોમાં રોજબરોજની વસ્તુઓની ખપતમાં હરિયાણા અવલ્લ રહ્યું છે. હરિયાણામાં દર મહિને ખાદ્ય વસ્તુઓ પર 2,584 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. ત્યારબાદ જમ્મૂ-કાશ્મીર (2,378 રૂપિયા), પંજાબ (2,377 રૂપિયા)નો નંબર આવે છે. ત્યારબાદ મધ્યપ્રદેશ (1,322 રૂપિયા), છત્તીસગઢ (1,322 રૂપિયા) અને તમિલનાડુ (1,280)નો નંબર આવે છે. જ્યારે ઓરિસ્સામાં સૌથી ઓછા 1215 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.

English summary
While Gujarat holds the numero uno position in the rate of growth in per capita food, non-food and FMCG consumption expenditures across India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X