રાજ્ય માંથી બે ભ્રુણ અને એક નવજાત બાળકી મળી આવી

Subscribe to Oneindia News

ગુજરાતમાં રોજ ભ્રુણ અને ત્યેજી દીધેલ નવજાત બાળકો મળી આવે છે. કેટલાક બાળકોને પ ભેટી જાય છે જયારે આજે રાજકોટનાં વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ આર. બી. કોઠારી નિદાન કેન્દ્રનાં ટોઇલેટના ગટરની સાફ સફાઇ કરતી વખતે ગટરમાંથી પાણીની સાથે ભ્રુણ નીકળ્યો હતો. કર્મચારીઓ કોઠારી નિદાન કેન્દ્રનાં ટ્ર્સ્ટીને જાણ કરી હતી. ટ્રસ્ટી દ્વારા પોલીસે જાણ કરાતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથધરી હતી. પોલીસે ભ્રુણ કબજો મેળવી પીએમ માટે ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી હતી. ભ્રુણ હોસ્પિટલના ટોઇલેટમાં કોણ નાખી ગયો હશે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

newborn

બીજી બાજુ જુનાગઢના મેંદરડા ગામમાં કચરાના ઢગલામાંથી ભ્રુણ મળી આવ્યુ. પોલીસે ભ્રુણ કબજો લઇ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ગામેથી તાજી જન્મેલી ત્યેજી દીધેલી નવજાત બાળકી મળી આવી હતી. પોતાનું પાપ છુપાવવા માટે કચરામાં બાળકીની ફેંકી દીધી હતી. સ્થાનિકોએ બાળકીને જોઈ જેતા બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

English summary
Gujarat : Two fetuses and newborn girl were found.Read here more.
Please Wait while comments are loading...