For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

weather
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી: ગુજરાતમાં ભર શિયાળે ચોમાસું માહોલ જોવા મળ્યો છે. ગાંધીનગર સહિ‌ત રાજ્યના અનેક વિસ્તારોમાં રાજ્યમાં સોમવારે સવારથી જ વાતાવરણ એકાએક પલટાયું હતું. જેના પગલે દિવસભર ઠંડા પવનના સૂસવાટા ચાલુ રહ્યા હતા. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ત્યાર અમદાવાદ, જામનગર, સૌરષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર મહેસાણા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા.

કમોસમી વરસાદ કારણે જીરા, બટાકા, ટામેટા, અને વરિયાળી જેવા રવિપાકોને નુકસાન થવાની ભિતી સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે પાકમાં કાળીયાના નામના રોગથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અમદાવાદ શહેરના મોટાભાગમાં વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં પણ મોડી સાંજે છૂટોછવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ઉત્તર ગુજરાતના વાવ, થરાદ અને ભાભરમાં સહિતના વિસ્તારોમાંવરસાદના ઝાપટાં પડયા હતા. મહેસાણા જિલ્લાના વિસનગર પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતા. કસમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે તેમજ સવારના સમયે ધુમ્મસ છવાઇ ગઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હમાખાતાના જણાવ્યા અનુસાર પ‌શ્ચિ‌મી વિક્ષોભને અને અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશનને કારણે અચાનક વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાથી ઠંડી ગાયબ થઇ ગઇ હતી. ખાડીના દેશોમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે, આ પ્રકારની પરિસ્થિતિ આગામી ૨૪ કલાક સુધી રહેવાની આગાહી હવામાનખાતાએ કરી છે.

English summary
Weather took a turn for the curious on Monday as clouds cast a dark blanket over the skies in Ahmedabad. Meanwhile, unseasonal rains lashed coastal Jamnagar district, Kutch and parts of north Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X