For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમગ્ર ગુજરાતમાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીનો થયો વિરોધ

સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈની રિલિઝ પહેલા ગુજરાતના થિયેટરમાં સલમાનના પોસ્ટર ફડાયા. સલમાન ખાન અને શિલ્પા દ્વારા એક શૂટિંગ સમયે આપત્તિ જનક શબ્દો બોલાતા વાલ્મિકી સમાજે દર્શાવ્યો વિરોધ. વધુ જાણો અહીં

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી શુટિંગ દરમિયાન વાલ્મીકી સમાજનો જ્ઞાતિ સુચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જે પ્રતિબંધિત હોવાથી વાલ્મીકી સમાજની લાગણી દુભાઇ છે. અને રાજકોટમાં તો વાલ્મિકી સમાજના યુવાનોએ સલમાનની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈના પોસ્ટરો પણ થિયેટર પરથી ઉતરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સલમાન ખાને અને શિલ્પા શેટ્ટીએ એક શોમાં ભંગી શબ્દનો ઉપયોગ કરતા વાલ્મિકી શમાજના લોકો ઉગ્ર બની રસ્તા પર ઉતરી આવ્યા છે. ગુજરાતમાં અરવલ્લી, ગોંડલ, જામનગર, પોરબંદર, અમદાવાદ જેવા સ્થળોએ વાલ્મિકી સમાજના લોકોએ સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીના પૂતળા બાળ્યા હતા તથા રેલી કાઢીને વિરોધ પણ કર્યો હતો.

salman protest in gujarat

ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી શુટિંગ દરમિયાન પ્રતિબંધિત એવો જ્ઞાતિ સૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેથી કેટલાક વાલ્મિકી સમાજના લોકોએ એટ્રોસિટી દાખલ કરવાની વાત પણ જણાવી હતી આ બાબતે વિવાદ ઊભો થયો છે. જેના વિરોધમાં સમગ્ર દેશમાં વાલ્મીકી સમાજનાં લોકો દ્વારા પ્રર્દશન યોજવામાં આવી રહ્યા છે. જેને અંતર્ગત અરવલ્લીના માલપુર તાલુકામાં વાલ્મીકી સમાજના લોકોએ પ્રદર્શનો યોજી સલમાન ખાનનો વિરોધ કર્યો હતો. તો ગોંડલના બજાર વચ્ચે પણ વાલ્મિકી સમાજે રેલી કાઢી હતી. અને માંગણી કરી હતી કે આ લોકો માફી માંગે નહીં તો સલમાન ખાનની ફિલ્મનો ગુજરાતમાં વિરોધ કરવામાં આવશે. નોંધનીય છે કે સલમાન ખાનની ફિલ્મ ટાઇગર ઝિંદા હૈ આજે રીલીઝ થઈ છે.

English summary
Gujarat : Valmiki Samaj protest against Salman khan and Shilpa Shetty. Read here why?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X