ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખો જાહેર, આગામી 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે
Gujarat Vidhansabha Monsoon Session: ગુજરાતમાં રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્રની જાહેરાત કરવામાં આવી છે. આ સત્ર માત્ર ત્રણ દિવસનું જ છે. મળેલી માહિતી મુજબ વિધાનસભાનું ચોમાસુ સત્ર 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. માત્ર ત્રણ દિવસના ટૂંકા સત્રમાં જ વિવિધ બાબતોને આવરી લેવાશે

Gujarat News: ગુજરાતના મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભામાં ત્રણ દિવસીય ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે. માહિતી મુજબ વિધાનસભાનું ચોમાસુ સત્ર 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. માત્ર ત્રણ દિવસના ટૂંકા સત્રમાં જ વિવિધ બાબતોને આવરી લેવાશે. આ ચોમાસુ સત્રમાં પહેલા દિવસે શોકદર્શક ઠરાવનો ઉલ્લેખ કરાશે. સત્રમાં 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે.
ગુજરાતમાં રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્રની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસીય ચોમાસું સત્રની જાહેરાત કરવામા આવી છે, જે અંતર્ગત આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ 3 દિવસ સુધી ચોમાસું સત્ર મળશે, અને 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે. વિધાનસભાએ સત્ર સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ ચોમાસું સત્રમાં ગૃહમાં અનેક વિષયો ઉપર ચર્ચા મંથનો થવાના છે. આગામી આયોજિત ચોમાસું સત્ર અંગેની વાત કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી વિધાનસભાના સાતમા સત્રનું આહવાન કર્યું છે. આ ચોમાસું સત્ર ત્રણ દિવસ માટે બોલાવવામાં આવ્યું છે.
આ ત્રણ દિવસના ચોમાસા સત્રમાં જીએસટી સુધારા વિધાયક તેમજ ફેક્ટરી એકટ સુધારા વિધાયક પણ વિધાનસભામાં રજૂ થવાના છે. આ બંને સુધારા વિધાયકના વટહુકમ પણ ચર્ચા વિચારણા થશે. તદુપરાંત કામકાજ સલાહકાર સમિતિની મિટીંગ 6 સપ્ટેમ્બરના રોજ મળવાની છે. તેમાં બાકીના વિવિધ વિષયોને અંતર્ગતની ચર્ચા યોજાવવાની છે. આમ આગામી સપ્ટેમ્બરમાં ચોમાસું સત્ર મળવાનું છે. જેમાં પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમજ ભાજપના કડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા માટે આ પહેલું સત્ર રહેશે. જ્યારે કોંગ્રેસ અને ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિવિધ વિષયો પર ચર્ચા થશે. પક્ષ અને વિપક્ષની ચર્ચા સાથે વિધાનસભાનું ગૃહ ત્રણ દિવસ ગુંજી ઉઠશે.












Click it and Unblock the Notifications
