For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Weather: ગુજરાતમાં ઠંડીનુ જોર યથાવત, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, ખેડૂતો ચિંતાતુર

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. જે બાદ ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. અહીં જાણો રાજ્યની હવામાન અપડેટ.

|
Google Oneindia Gujarati News

Gujarat Weather: ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ઠંડીનુ જોર યથાવત રહેશે. ઠંડીના આ પ્રકોપ દરમિયાન હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં 28 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં વરસાદની સંભવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે

રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે

રાજ્યમાં હાલમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. કડકડતી ઠંડીથી હવે રાહત મળે તેની સહુ કોઈ રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળશે. 27 અને 29 જાન્યુઆરી દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. જેના કારણે ઠંડી ઓછી થશે. મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 17થી 18 ડિગ્રી રહેશે.

માવઠાની સંભાવના

માવઠાની સંભાવના

અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ રહેશે. દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહેશે. સૌરાષ્ટ્રમાં ઠંડી ઘટશે પરંતુ રાતે ઠંડી યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 27થી 29 જાન્યુઆરી દરમિયાન પંચમહાલ, વડોદરાના ભાગો, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ રહેશે. અમદાવાદમાં પણ માવઠાની અસર જોવા મળશે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે અમુક જગ્યાએ વરસાદના છાંટા પડી શકે છે.

માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં

માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં

માવઠાની આગાહીથી ગુજરાતમાં ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. કૃષિ વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જીરુનો પાક માવઠા અને ભેજવાળા હવામાન પ્રત્યે સંવેદનશીલ હોવાથી તેમાં રોગ આવી શકે છે. કમોસમિી વરસાદથી થતા પાકને નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેડૂત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરી દીધી હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા તેમજ પ્લાસ્ટિકની તાડપત્રીથી ઢાંકવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજ્યના અલગ-અલગ શહેરોનુ તાપમાન

રાજ્યના અલગ-અલગ શહેરોનુ તાપમાન

રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં તાપમાનન વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી, વડોદરામાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી, ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી, ભૂજમાં લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી, ડિસામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી, દ્વારકામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી, રાજકોટમાં લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી નોંધવામાં આવ્યુ છે.

English summary
Gujarat Weather: Cold wave continues, IMD forecast unseasonal rain in these places, Know weather update here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X