Gujarat Weather: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે પરંતુ આગામી સમયમાં તેની તિવ્રતામાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની અઠવાડિયાની આગાહીમાં વરસાદ હળવાથી સામાન્ય રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Rain Forecast: રાજયમાં 15 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત દેખાઈ રહી છે, રાજ્યમાં છૂટાછવાયા વરસાદની ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, રાજ્યમાં હાલ એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ વરસાદી સિસ્ટમ ફંટાઈ હોવાની વાત સામે આવી છે.
રાજ્યમાં 15 ઓગસ્ટ પછી ભારે વરસાદની સંભાવના
ગુજરાતમાં 15થી 21 ઓગસ્ટ ભારે વરસાદની સંભાવના રહેલી છે, રાજયમાં 10થી 14 ઓગસ્ટ દરમિયાન ગરમી સાથે ઉકળાટ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે અને રાજયમાં મહત્તમ તાપમાન 34થી 35 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. રાજ્યમાં પવનની દિશા દક્ષિણથી પશ્ચિમની રહેતા હળવા વરસાદની સંભાવના રહેલી છે, મોન્સૂન ટ્રફ લાઈન પૂર્વ દક્ષિણ પૂર્વથી ઉત્તર તરફ જઈ રહી છે.
Gujarat Weather: હવામાન વિભાગે અઠવાડિયાની આગાહી કરી છે તેમાં રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજના દિવસના હવામાન પર નજર કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરત, ડાંગ, તાપી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, કચ્છ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે.
ગુજરાતમાં સિઝનનો કુલ 63.84% વરસાદ વરસ્યો
Gujarat Rain: રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કૂલ 63.84% વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.73% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 64.88, ઉત્તર ગુજરાતમાં 66.20, મધ્ય ગુજરાતમાં 66.23 અને સૌરાષ્ટ્રમાં 55.79% વરસાદ નોંધાયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં સૌરાષ્ટ્ર તરફી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
