Gujarat Weather: અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ રહી શકે છે. ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે.

આઈએમડી મુજબ આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થયા બાદ 3થી 5 ડિગ્રીનો ઘટાડો થશે. જેના પરિણામે રાજ્યમાં ઠંડીમાં વધારો થશે.

rain

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે 25 નવેમ્બરના રોજ 30-40 કિમી ઝડપે પવન ફૂંકાશે તેમજ ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર-સોમનાથ, કચ્છ અને દીવ તેમજ બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. આ સિવાયના જિલ્લાઓમાં હવામાન સૂકુ રહેશે.

26 નવેમ્બરના રોજ તાપી, છોટાઉદેપુર, ડાંગ, દાહોદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. વળી, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 30-40 કિમીની ઝડપે સામાન્ય વાવાઝોડા સાથે વીજળીના ચમકારા થઈ શકે છે તેમજ મધ્યમ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ મુજબ 27 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની વકી છે. 30 નવેમ્બર સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકુ રહેવાની સંભાવના છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવી રહેલ ભેજના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.

હવામાન વિભાગે રાજ્યમાં 26 નવેમ્બરના રોજ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિભાગે આ માટે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે અને લોકોને વરસાદી માહોલમાં સાવચેતી રાખવા જણાવ્યુ છે.

રાજ્યમાં ગઈકાલના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો તે અમદાવાદમાં 16.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, વડોદરામાં 18.4 ડિગ્રી, સુરતમાં 20.8 ડિગ્રી, વલસાડમાં 20.9 ડિગ્રી, ભૂજમાં 19.1 ડિગ્રી, દ્વારકામાં 21.6 ડિગ્રી, પોરબંદરમાં 17.6 ડિગ્રી, મહુવામાં 16.6 ડિગ્રી, કેશોદમાં 15.4 ડિગ્રી નોંધાયુ હતુ.

મહત્તમ તાપમાન અમદાવાદમાં 31.7 ડિગ્રી, ડીસામાં 32.6 ડિગ્રી, ગાંધીનગરમાં 31.4 ડિગ્રી, વડોદરામાં 32.4 ડિગ્રી, ભૂજમાં 33.5 ડિગ્રી, નલિયામાં 31.8 ડિગ્રી, કંડલામાં 32.6 ડિગ્રી, દ્વારકામાં 31.4 ડિગ્રી કેશોદમાં 33.1 ડિગ્રી નોંધાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X