ગુજરાતના વાતાવરણમાં પલટો, ઠંડીની સાથે વરસાદી માહોલ છવાયો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યુ હતું. ગત રોજ ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને પરિણામે કાલે મોડી રાતે તેમજ આજે વહેલી સવારે અરવલ્લી,મહેસાણા, અંબાજી બહુચરાજી, વિસનગર સહિતના ભાગોમાં હળવા છાંટા પણ પડ્યા હતા. તો અમદાવાદ તેમજ મહેમદાવાદ, બારેજડી, કનીજમાં પણ ગત મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.હવામાન વિભાગે આગાહી કરી છે વેર્સ્ટન ડિસ્ટબન્સને પગલે અમદાવાદ, રાજકોટ, સુરત, ભૂજ, જામનગર , ભાવનગર, જૂનાગઢ સહિતના શહેરોમાં આજે વાદળાછાયું વાતાવરણ રહેશે.તેમજ ક્યાંક માવઠા પણ થઈ શકે છે.

rain

હવામાન વિભાગની આ આગાહી વચ્ચે મધ્ય ગુજરાતના પંચમહાલના ગોધરા, કાલોલ, બહુચરાજી પાટણમાં વરસાદી માવઠાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વાદળ છાયા વાતાવરણને પગલે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે.જોકે આ પ્રકારના વાદળોથી ઘઉં, જીરું તેમજ મકાઇના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી હતી. જો વાદળીયા વાતાવરણના કારણે વરસાદ પડ્યો તો ઘઉં અને જીરાના ખેડૂતોના ઊભો પાક બગડવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતના ખેડૂતો આમ પણ તેમના પાકના બજાર ભાવ ન મળવાને લઇને મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યા છે. ત્યાં જ વાદળીયા વાતાવરણે પણ તેમની ચિંતા વધારી છે.

English summary
Gujarat Weather : In winter gujarat facing rain and cloudy weather due to weather change.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.