Gujarat Weather: ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી, હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી

Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી એક અઠવાડીયા સુધી રાજ્યમાં ભારે વરસાદની કોઈ જ શક્યતાઓ નથી. તો માછીમારો માટે હાલ કોઈ સૂચના આપવામાં આવી નથી. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની શક્યતા છે.

Gujarat Weather

Gujarat Weather: રાજ્યમાં ચોમાસુ પડ્યું નબળું પડયું હોવાની વાત સામે આવી છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વરસાદના બીજા રાઉન્ડ માટે જોવી પડશે રાહ અને રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને મહત્તમ તાપમાન 33થી 35 ડિગ્રી રહેવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Weather News: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદના તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. મોન્સૂન ટ્રફ પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફથી પસાર થશે અને રાજયમાં લઘુત્તમ તાપમાન 26 અને મહત્તમ તાપમાન 33ની આસપાસ રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં સિઝનનો કુલ 63.84% વરસાદ વરસ્યો

Gujarat Rain: રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કૂલ 63.84% વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.73% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 64.88, ઉત્તર ગુજરાતમાં 66.20, મધ્ય ગુજરાતમાં 66.23 અને સૌરાષ્ટ્રમાં 55.79% વરસાદ નોંધાયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં સૌરાષ્ટ્ર તરફી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે. જો ઉત્તર ગુજરાતના નાગરિકોની રજુઆત આવશે તો તેમને પણ પરિસ્થિત અને પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે. અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે. સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, બોટાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ 11 જિલ્લામાં 10 કલાક કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X