Gujarat Weather: રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં મેઘરાજાની મહેર, આજે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનુ રેડ એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં ચોમાસુ ફરીથી સક્રિય થઈ જવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરુ થઈ ગયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને ભરુચમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે. હવામાન વિભાગ દ્વારા આજે 8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ આંકડાઓ મુજબ ગુજરાતમાં છેલ્લા 22 કલાકમાં કૂલ 213 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઈંચ, ભરુચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરુડેશ્વરમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. 10 તાલુકામાં 3 ઈંચથી 14 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

આઈએમડી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. જેમાં આગામી 48 કલાક રાજ્ય માટે ખૂબ ભારે છે. અનેક જિલ્લાઓમાં વરસાદનુ રૌદ્ર રુપ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
વળી, આજે સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ડાંગ અને તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 10 જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાઠાં, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામના જણાવ્યા મુજબ 16થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ થશે. રાજ્યના અનેક વિસ્તારોમાં 15 ઈંચ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, દ.ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16થી 18 જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે છે અને ત્યાર બાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગ સહિત સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે.
-
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ




Click it and Unblock the Notifications
