રાજ્યભરમાં આગઝરતી ગરમી, 17 મે સુધી યલો એલર્ટ જાહેર

Subscribe to Oneindia News

રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડીગ્રી વટાવી ગયું છે. રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. ગરમીથી પ્રજા ત્રાહિમામ થઇ ગઈ છે. કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીની સાથે સાથે ઉકળાટ પણ વધ્યો છે. લોકો બપોરના સમયે ઘરથી બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યાં છે. ઠંડા પીણાંની દુકાનો પર ભીડ જોવા મળી રહી છે. ગરમીને લઇ મોડી રાત સુધી લોકો બહાર ફરતા હોય છે.

heat

અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં ગરમીનો પારો 42 ડીગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગે 17 મે સુધી યેલો એલર્ટ જાહેર કર્યું છે. હીટવેવથી બચવા માટે લોકોને સુચના આપવામાં આવી રહી છે. ગરમીને કારણે લોકોના ધંધા-રોજગાર પર પણ અસર પડી છે. શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

English summary
Gujarat: Weather Report announced yellow alert till 17 may. Read here more.
Please Wait while comments are loading...