Gujarat Weather: કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં આ જગ્યાએ બે દિવસ કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather: કાતિલ ઠંડી દરમિયાન રાજ્યમાં આજે અને કાલે એમ બે દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં માવઠાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જે હજુ 2-3 દિવસ સુધી યથાવત રહેશે. આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે.

rain

હવામાન વિભાગના અનુમાન મુજબ આજે 8 જાન્યુઆરીના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને દીવમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

વળી, આઈએમડી મુજબ 9 જાન્યુઆરીના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે. અન્ય શહેરોમાં વાતાવરણ સૂકુ રહેશે. 10 જાન્યુઆરીએ બનાસકાંઠા અને સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.

તમને જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં હાલમાં કાતિલ ઠંડી પડી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે છે. કચ્છનુ નલિયા 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનુ સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. જ્યારે 19.8 ડિગ્રી તાપમાન સાથે ઓખા રાજ્યનુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ.

રાજ્યના અલગ-અલગ શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 14 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, વડોદરામાં 15.2 ડિગ્રી, સુરતમાં 18.4 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 11.4 ડિગ્રી, દ્વારકામાં 15.6 ડિગ્રી, પોરબંદરમાં 15.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી અને દીવમાં 13.6 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 25.7 ડિગ્રી, ડીસામાં 26.7 ડિગ્રી, ગાંધીનગરમાં 24 ડિગ્રી, વડોદરામાં 26.6 ડિગ્રી, સુરતમાં 29.8 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 27.5 ડિગ્રી, દ્વારકામાં 27.4 ડિગ્રી, પોરબંદરમાં 29.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 27.8 ડિગ્રી અને દીવમાં 29.6 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X