Gujarat Weather Update: સતત ત્રીજા દિવસે ગુજરાતમાં વરસાદ, 18 મે સુધી હીટવેવ એલર્ટ
Gujarat Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી રાહત થોડા સમય માટે જ હતી. કારણ કે, રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવ ફરીથી જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની સંભાવના છે, ત્યારે વલસાડ જિલ્લાને ગંભીર હીટવેવની ચેતવણી સાથે એલર્ટ પર મૂકવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ, મહિસાગર, તાપી અને ડાંગમાં વરસાદની સંભાવના વચ્ચે આજે જામનગર, મોરબી, ગીર અને કચ્છના ભાગોમાં હળવો વરસાદ નોંધાયો હતો.
IMDના લેટેસ્ટ બુલેટિન મુજબ, આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે. આ સાથે 16 મે, 2024 થી 20 મે, 2024 સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે અગવડતાની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.

ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી માટે આગામી ત્રણ દિવસની હવામાન વિભાગની આગાહી
16 મે : સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે વીજળી અને સપાટીના પવન સાથે આછું વાવાઝોડું આવવાની સંભાવના છે. ગુજરાતના જિલ્લાઓમાં, જેમ કે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ, મહિસાગર, તાપી અને ડાંગમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત પ્રદેશના વલસાડ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં તીવ્ર હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને દીવમાં અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે; દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
17 મે : દક્ષિણ ગુજરાત પ્રદેશના વલસાડ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારે હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને દીવમાં અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે; દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત જિલ્લામાં હીટવેવ માટે એલર્ટ આપ્યું છે.
18 મે : દક્ષિણ ગુજરાત પ્રદેશના વલસાડ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારે હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને દીવમાં અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે; દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત જિલ્લામાં હીટવેવની શક્યતા છે.
હીટવેવ સૂચવેલા ક્રિયાઓ :
- ગરમીના સંપર્કને ટાળો.
- હળવા, આછા રંગના, ઢીલા, સુતરાઉ કપડાં પહેરો
- તમારું માથું ઢાંકો.












Click it and Unblock the Notifications
