Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat Weather: આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ, અમદાવાદ-વડોદરામાં ઓરેન્જ એલર્ટ

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી મેઘરાજાનુ તોફાની તાંડવ ચાલી રહ્યુ છે. સમગ્ર રાજ્ય જળબંબાકાર છે. સાર્વત્રિક વરસાદે સમગ્ર રાજ્યને ઘમરોળી દીધુ છે. મંગળવારે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો. આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે સવારના 4 વાગ્યા સુધીમાં 247 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે પણ અમદાવાદ સહિત મધ્ય અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

vadodara rain

છેલ્લા 22 કલાકમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને જામનગરમાં સાડા 14 ઈંચ વરસાદ પડ્યો હતો. જામનગરના જામજોધપુરમાં સાડા 12 ઈંચ વરસાદ પડ્યો હતો. કૂલ 247 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં 13 તાલુકામાં 8 ઈંચથી 15 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. 21 તાલુકામાં 4 ઈંચથી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 28 ઓગસ્ટે કચ્છ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, પોરબંદર, ગીર સોમનાથ, દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે. ગુજરાતમાં 102 ટકા વરસાદ અત્યાર સુધી પડ્યો છે. રાજ્યમાં હાઈ એલર્ટ છે.રાજ્યમાં કુલ 23800 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં 6440 લોકોનું છેલ્લા 2 દિવસમાં સ્થળાંતર કરાયું છે.

રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદમાં દ્વારકા, મોરબી, જામનગર વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં 15 જેટલા લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત NDRFની 14 પ્લાટૂન અને SDRFની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનના કામમાં જોડાઈ છે. સાથે જ કોસ્ટગાર્ડ અને નેવીની ટીમો પણ રાહત બચાવના કામમાં જોડાઈ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X