For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : અમદાવાદમાં મોદી અને જિંનપિંગ માટેની કઇ સુવિધા કોમનમેન માટે અવરોધ બની?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની અને ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગની એક દિવસની અમદાવાદ મુલાકાતના સંદર્ભે અનેક સારી બાબતો બની છે જે અમદાવાદવાસીઓ માટે લાભદાયી છે. જો કે આ બે મહાનુભાવોનું આગમન અમદાવાદના સામાન્યજન એટલે કે કોમનમેન માટે અવરોધરૂપ છે. આ કઇ સુવિધાઓ છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

એરપોર્ટથી વસ્ત્રાપુર સુધી પોલીસની માનવ સાંકળ

એરપોર્ટથી વસ્ત્રાપુર સુધી પોલીસની માનવ સાંકળ


અમદાવાદમાં 17 સપ્ટેમ્બરે ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગ આવવાના છે ત્યારે એરપોર્ટથી વસ્ત્રાપુર હોટેલ સુધી જવા માટેના રૂટ પર અંદાજે 3,500 પોલીસ જવાનોની માનવ સાંકળ રચાવાની છે. રૂટ પરની પળેપળ પર નજર રાખવા માટે 16 કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયા છે. આ માનવસાંકળને કારણે રસ્તો બંધ કરવામાં આવશે જેથી લોકોને અડચણ ઉભી થશે.

શહેરના કેટલાક વિસ્તારોમાં 'નો પાર્કિંગ' ઝોન

શહેરના કેટલાક વિસ્તારોમાં 'નો પાર્કિંગ' ઝોન


અમદાવાદ શહેરના 13 માર્ગોને નો પાર્કિંગ ઝોનનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અહીં કોઇ પણ પ્રકારના વાહનો પાર્ક કરી શકાશે નહીં. જેના કારણે ચાલુ દિવસોમાં કોમનમેનને તકલીફ વેઠવી પડશે.

  1. - શાહીબાગ અંડરબ્રીજ સર્કલથી સુભાષબ્રીજ સર્કલ સુધી
  2. - સુભાષબ્રીજ સર્કલથી ગાંધીઆશ્રમ, વાડજ સર્કલ થઇ ઉસ્માનપુરા ચાર રસ્તા સુધીનો માર્ગ
  3. - ઉસ્માનપુરા ચાર રસ્તાથી સરદાર પટેલ બાવલા થઇ દર્પણ સર્કલ થઇ વિજય ચાર રસ્તા સુધીનો માર્ગ
  4. - વિજય ચાર રસ્તાથી સૌરભ ચાર રસ્તા થઇ હેલ્મેટ ચાર રસ્તા સુધીનો માર્ગ
  5. - હેલ્મેટ ચાર રસ્તાથી અંધજન મંડળ ચાર રસ્તા સુધીનો માર્ગ
  6. - અંધજન મંડળ ચાર રસ્તાથી જીએમડીસી ગ્રાઉન્ડ કોર્નરથી આલ્ફાવન મોલ, ત્યાંથી ક્લ્યાણ પુષ્ટિ હવેલી તથા હોટલ હયાત થઇ સંજીવની હોસ્પિટલથી શહીદ ચોક તથા હિમાંશુ વિદ્યાલય થઇ વસ્ત્રાપુર તળાવ ફરતો માર્ગ
  7. - વૈષ્ણોદેવી સર્કલથી સોલા ભાગવત થઇ થલતેજ સર્કલ સુધીનો માર્ગ(એસજી હાઇવે)
  8. - થલતેજ સર્કલથી સાંઇબાબા ચાર રસ્તા થઇ એનએફડી સર્કલ સુધીનો માર્ગ
  9. - એનએફડી સર્કલથી સંજીવની હોસ્પિટલ સુધીનો માર્ગ
  10. - તપોવન સર્કલથી વિસત ટી સુધીનો માર્ગ
  11. - વિસત ટી થી પાવર હાઉસ થઇ ચિમનભાઇ ઓવરબ્રીજથી પ્રબોધ રાવળ સર્કલ થઇ સુભાષ સર્કલ સુધી
  12. - શાહીબાગ ડફનાળા ટીથી ઘેવર સર્કલથી રક્ષા શકિત સર્કલ થઇ વિઠ્ઠલનગર ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ સુધીનો માર્ગ
  13. - અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ઓવરબ્રીજથી એઇસી ઓવરબ્રીજ થઇ પ્રગતિનગર, અખબારનગર, વ્યાસવાડી, રાણીપ ટીથી પ્રબોધ રાવળ સર્કલ સુધીનો માર્ગ

વસ્ત્રાપુર તળાવ અને સુભાષબ્રિજ પણ કોમનમેન માટે બંધ

વસ્ત્રાપુર તળાવ અને સુભાષબ્રિજ પણ કોમનમેન માટે બંધ


અમદાવાદ શહેર પોલીસે મહાનુભાવોના આગમનના બે દિવસ પહેલાથી જ સાબરમતી રિવરફ્રન્ટનો કેટલોક હિસ્સો, સુભાષબ્રિજ, વસ્ત્રાપુર તળાવ સહિતના સ્થાનો અને માર્ગો પર નો એન્ટ્રી જાહેર કરવા ઉપરાંત આ માર્ગ પરના આસપાસના તમામ લારી-ગલ્લા અને ખુમચાવાળાઓને તાબડતોબ હટાવી દીધા છે.

મીડિયા માટે પ્રવેશબંધી

મીડિયા માટે પ્રવેશબંધી


ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગના અમદાવાદના કાર્યક્રમોમાં મીડિયા માટે અંશત: પ્રવેશબંધી લાદવામાં આવી છે. વસ્ત્રાપુરની હયાત હોટેલના સ્વાગત કાર્યક્રમમાં 60ભારતીય તથા 40 ચીની મીડિયાકર્મીઓને પ્રવેશ અપાશે. હોટલની અંદર સમજૂતિ કરારના કાર્યક્રમમાં 25 ભારતીય અને 25 ચીની ટીવી ચેનલવાળા તથા ફોટોગ્રાફર્સને જ પ્રવેશ અપાશે. ગાંધી આશ્રમમાં ગુજરાત સરકારના માહિતી ખાતાના બે ફોટોગ્રાફર્સ તથા પીઆઈબીના બે ફોટોગ્રાફર્સ સાથે દૂરદર્શન અને ચાઈનીઝ ઓફિશ્યિલ મીડિયાને જ એન્ટ્રી અપાશે. જ્યારે અતિ મહત્વના રિવરફ્રન્ટ પરના કાર્યક્રમમાં પાંચ ભારતીય અને પાંચ ચાઇનીઝ મીડિયાકર્મીઓને જ પ્રવેશ મંજુરી છે.

ગાંધીનગરના રૂટને ડાઇવર્ટ કરાયો

ગાંધીનગરના રૂટને ડાઇવર્ટ કરાયો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાંધીનગરની બે દિવસની મુલાકાતના પગલે અમદાવાદ તરફથી ગાંધીનગર આવવા માંગતા વાહનચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

English summary
Gujarat : What facility for Modi and Jinping becomes hurdles for common people of Ahmedabad?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X