Gujarat Winter: ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, 21 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું
ગુજરાતમાં ઉત્તર તરફના પવનો ફૂંકાતા ઠંડીનું મોજું, નલિયા 10.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના, ઉત્તર ભારતમાં હિમવર્ષાથી રેકોર્ડ બ્રેક ઠંડી.

Gujarat Winter: ગુજરાત રાજ્યભરમાં ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો ગગડતાં વહેલી સવારે અને મોડી રાત્રે લોકો ધ્રૂજી ઊઠ્યા હતા. રાજ્યના કુલ 21 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે.
નલિયા ફરી એકવાર સૌથી ઠંડુ
હવામાન વિભાગના આંકડા મુજબ, કચ્છનું નલિયા 10.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.
ગુજરાતના મુખ્ય શહેરોનું લઘુત્તમ તાપમાન (ડિગ્રીમાં)
શહેર | તાપમાન (°C)
અમદાવાદ | 14.0
ગાંધીનગર | 12.2
અમરેલી | 11.3
વડોદરા | 13.6
ડીસા | 13.8
ભુજ | 15.0
કંડલા | 11.7
રાજકોટ | 12.8
કેશોદ | 12.9
પોરબંદર | 13.1
સુરેન્દ્રનગર | 14.8
સુરત | 16.4
ઠંડીમાં આંશિક રાહતની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે, પરંતુ આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે.
- તાપમાનમાં ઉછાળો: આગામી 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધી શકે છે, જેના કારણે આવતીકાલથી મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનું જોર થોડું ઘટશે.
- હવામાન: આગામી 24 કલાકમાં રાજ્યનું હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે.
વધતી-ઘટતી ઠંડી અને તાપમાનના ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી, ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઈ છે.
ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક ઠંડી
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધ્યું છે.
- હિમાચલ-જમ્મુ કાશ્મીર: હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. તાબનું તાપમાન માઇનસ 5.3 ડિગ્રી અને કેલાંગનું તાપમાન માઇનસ 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
- રાજસ્થાન અને મધ્યપ્રદેશ: રાજસ્થાનના 12 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે. સીકરમાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મધ્યપ્રદેશના રાજગઢમાં પણ 7 ડિગ્રી તાપમાન નોંધાતા તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
