રાહુલ ગાંધીની મુલાકાત પહેલા પાર્ટીને મોટો ફટકો, ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ આપ્યું રાજીનામું
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વાસ્તવમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડો જ સમય બાકી છે. જેના માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે.

બૂથ લેવલ પાર્ટી કાર્યકરોની રેલીને સંબોધિત કરશે રાહુલ ગાંધી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં બૂથ લેવલ પાર્ટી કાર્યકરોની રેલીને સંબોધિત કરવાના છે, પરંતુ આ દરમિયાન ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખના રાજીનામાથી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.

કાર્યકરોના મનોબળને પણ અસર
વિશ્વનાથ વાઘેલાએ રાજીનામામાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા વાઘેલાએ એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2016 અને 2021માં યોજાયેલી યુથ કોંગ્રેસની ચૂંટણી માટે તેમણે પાર્ટીને 1 કરોડ 70 લાખ રૂપિયા ભેગા કર્યા હતા, ત્યારબાદ આ તમામ પદો આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના આંતરિક જૂથવાદને કારણે અનેક કાર્યકરોના મનોબળને પણ અસર થઈ રહી છે.
|
ગુજરાતમાં 'કોંગ્રેસ છોડો' અભિયાન
કોંગ્રેસના નેતાના રાજીનામાના પત્ર પર કટાક્ષ કરતા ભાજપના પ્રવક્તા ડૉ. રૂત્વિજ પટેલે લખ્યું કે, રાહુલ ગાંધી 'કોંગ્રેસ જોડો' માટે આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં 'કોંગ્રેસ છોડો' અભિયાન ચાલી રહ્યું છે. કોંગ્રેસ છોડવું એ બતાવે છે કે, ભત્રીજાવાદ કેટલો વકરેલો છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ પક્ષના લોકોને આની અસર થઈ છે.












Click it and Unblock the Notifications
