For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં યુવાનો નોકરી છોડી કરી રહ્યાં છે બટાકાની ખેતી!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 જુલાઇ: ભારતમાં ખેતી એક એવું ક્ષેત્ર છે, જેમાં નવા લોકો આવતાં અચકાતા નથી. તેનું ઉદાહરણ અહીં જોવા મળી રહ્યું છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતાં ખેડૂતોને જોતાં એવું લાગી રહ્યું છે પરિસ્થિતી બદલાઇ રહી છે. અહી યુવાનો ખેતીના ધંધા ને વેપાર કે ઉદ્યોગ કરતાં વધારે મહત્વ આપી રહ્યાં છે.

પાલનપુરને અડીને આવેલા ડીસામાં રહેતા ભાવેશ સૈનીએ નિરમા ઇન્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરીંગનું ભણતર પુરૂ કર્યું છે. ત્યારબાદ તેમને કોઇ ખાનગી કંપનીમાં જોડાવવાના બદલે તેમને પોતાના પરિવારની 60 એકર જમીન પર ખેતી કરવાનું પસંદ કર્યું. તે શિયાળાની સિઝનમાં બટાકા ઉગાડે છે અને વર્ષની સિઝનમાં બાજરી અને મગફળીની ખેતી કરે છે. તે પોતાની બટાકાની ઉપજને મૈક્કૈનને વેચે છે અને તેમની ખેતી તેમને ફાયદો જ નહી પરંતુ ખુશી પણ આપે છે.

પાલનપુર તાલુકામાં જ રહેતાં સુમિત જોશીને ખેતી કરવી ગાર્ડેનિંગ જેવું અનુભવે છે. સુમિત એગ્રો પ્રોડ્ક્ટસના ડીલર હતા, પરંતુ 2011માં તેમને નક્કી કર્યું કે તે વૈજ્ઞાનિક રીતે ખેતી કરશે અને તે આ નિર્ણયથી સંતુષ્ટ છે.

poteto-1

ઇકબાલગઢના કાંતિભાઇ પટેલ પ્લાસ્ટિક કેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે, પરંતુ તેમને પોતાના 25 એકર ખેતમાં બટાકા, કપાસ અને બાજરી ઉગાડવાનું પસંદ કરે છે. તેમના ખેતરમાં બટાકાની ઉપજ બમણી થાય છે. તે પણ પોતાનો પાક મૈક્કૈનને વેચે છે અને રિટેલમાં એફડીઆઇને એગ્રિકલ્ચર સેક્ટર માટે સારું માને છે. આ યુવાન ખેડૂતો ઉદાહરણ છે કે તે કેવી રીતે ગુજરાતમાં કોર્પોરેટ અને કોંટ્રાક્ટ ફાર્મિંગની તરફ લોકો વળી રહ્યાં છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સમૃદ્ધ અને આશાવાદી ખેડૂતોથી ઓછા નથી. આ એ વાતનું ઉદાહરણ છે કે જો સરકાર ક્વોલિટી અને પાકમાં સુધારા માટે પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝેઝની મદદ લે, રોકાણની સમસ્યા દૂર કરે અને ખેડૂતો પાસેથી સીધી ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવે તો ખેતીને વધુ ફાયદાકારક બનાવી શકાય.

English summary
Gujarat youth leaves jobs and coming back to farming.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X