મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...રાસબિહારીની વિદાય

રાસબિહારી દેસાઇ વ્યવસાયે ફિઝિક્સના અધ્યાપક હતા. તેઓ જાણીતા ગાયક અને કંપોઝર હતા. અમદાવાદની ભવન્સ કોલેજમાં આવેલી તેમની એકેડેમી થકી તેમણે ગુજરાતી સંગીત જગતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
રાસબિહારીભાઇએ 1964માં વિભાબેન વૈશ્નવ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. વિભાબેન વ્યવસાયે આયકર વિભાગમાં સંયુક્ત કમિશ્નર હતા.
રાસબિહારીભાઇએ 1961માં ‘શ્રૃતિ વૃંદ' નામનો ગુજરાત સુગમ સંગીત કાર્યક્રમ સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને ચાલુ કર્યો હતો. જે ચાર દાયકા સુધી સ્પેનમાં સફળતાપૂર્વક ચાલ્યો હતો.
રાસબિહારીભાઇને ‘કાશીનો દીકરો' ફીલ્મમાં સંગીત માટે પુરસ્કાર એનાયત થયો હતો. તેમણે અન્ય ગુજરાતી ફીલ્મ ‘માંડવીની જૂઇ'માં પણ સંગીત આપ્યું હતુ. જ્યારે 'શ્રાવણમાધુરી', 'બીલીપત્ર' જેવા આલ્બમ પણ આપ્યા હતા.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘અમને ગુજરાતના વિખ્યાત ગાયક અને કંપોઝર રાસબિહારી દેસાઇને ખુબ જ યાદ આવશે. ગુજરાતી સંગીતજગતમાં તેમનું અમૂલ્યવાન યોગદાન રહ્યુ છે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે'












Click it and Unblock the Notifications
