For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ગુજરાતી શિક્ષક બાળકોને ભણાવવા માટે સ્મશાન લઇ ગયો

સુરત અગ્નિકાંડ ઘટના માં 22 બાળકોની મૌત પછી રાજ્ય સરકારે અગ્નિશામક ઉપકરણો નહીં ધરાવતી ટ્યુશન ક્લાસીસ બિલ્ડીંગો સીલ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

સુરત અગ્નિકાંડ ઘટનામાં 22 બાળકોની મૌત પછી રાજ્ય સરકારે અગ્નિશામક ઉપકરણો નહીં ધરાવતી ટ્યુશન ક્લાસીસ બિલ્ડીંગો સીલ કરી દીધી છે. સરકારે કહ્યું છે કે જ્યાં ફાયર સેફટી સુવિધા નથી ત્યાં બાળકોને ભણાવવામાં નહીં આવે. સરકાર ઘ્વારા ભરવામાં આવેલું પગલું યોગ્ય છે, પરંતુ તેને કારણે ટ્યુશન ક્લાસીસ કરાવતા શિક્ષકોની આવક ઓછી થઇ ગઈ છે. એટલા માટે આવા શિક્ષકોને આવો પ્રતિબંધ પસંદ નથી આવી રહ્યો. સરકારથી નારાજ ચાલી રહેલા એક શિક્ષકે એવું કારસ્તાન કર્યું છે કે તેની ચારે તરફ ચર્ચા થઇ રહી છે.

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડની રિપોર્ટ સામે આવી, જાણો કેવી રીતે લાગી આગ

બિલ્ડીંગ સીલ થઇ તો, ટ્યુશન ભણાવવામાં માટે સ્મશાન લઇ ગયો શિક્ષક

બિલ્ડીંગ સીલ થઇ તો, ટ્યુશન ભણાવવામાં માટે સ્મશાન લઇ ગયો શિક્ષક

ખરેખર ઉત્તર ગુજરાતના પાલનપુરમાં એક શિક્ષક બાળકોને ટ્યુશન ભણાવવા માટે જયારે કોઈ જગ્યા નહીં મળી અને સરકારી નિર્ણયથી ગુસ્સે થયો ત્યારે તે બાળકોને લઈને સ્મશાનઘાટ પહોંચી ગયો. ત્યાં તેને બાળકોની ક્લાસ લગાવી અને તેમને ભણાવવા લાગ્યો. આ ખબર ખુબ જ ઝડપથી ફેલાઈ રહી છે. કેટલાક લોકો શિક્ષકનો વિરોધ કરવા લાગ્યા જયારે કેટલાક લોકો તેનો બચાવ કરતા પણ જોવા મળ્યા.

જાઓ પહેલા સરકારને કહો કે બેન હટાવે

જાઓ પહેલા સરકારને કહો કે બેન હટાવે

જયારે બાળકોને સ્મશાન લઇ જવાની ઘટના પર ઘણા માતાપિતા તેનો વિરોધ કરવા લાગ્યા. કેટલાક વાલીઓ ઘ્વારા શિક્ષક સામે અવાઝ ઉઠાવવામાં આવ્યો ત્યારે શિક્ષકે કહ્યું કે, જાઓ, અમારા માટે પરમિશન લઈને આઓ, જેથી અમે બાળકોને યોગ્ય રીતે ભણાવી શકીયે. અમારી ટ્યુશન ક્લાસની બિલ્ડીંગો ખોલાવો, જે સરકારે સીલ કરી છે.

બીજી બાજુ, એક શિક્ષક બાળકોને બગીચામાં ભણાવવા લાગ્યો

બીજી બાજુ, એક શિક્ષક બાળકોને બગીચામાં ભણાવવા લાગ્યો

જ્યાં પાલનપુરમાં એક શિક્ષક બાળકોને ભણાવવા માટે સ્મશાનમાં લઇ ગયો. ત્યારે બીજી બાજુ અમદાવાદના એક વિસ્તારમાં રહેતો શિક્ષક પોતાના વિધાર્થીઓને લઈને બગીચામાં ભણાવવા લાગ્યો. હરિયાળી વચ્ચે બેસીને બાળકો પણ ઘણા ખુશ હતા. આ શિક્ષકના લોકો વખાણ કરી રહ્યા છે. જયારે પાલનપુરના શિક્ષક સામે લોકો કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પૈસા કમાવવા માટે લાલચી શિક્ષકે સારું નથી કર્યું. તે બાળકોને બીજી સારી જગ્યાએ લઇ જઈને ભણાવી શકતો હતો.

English summary
Gujarati teacher took the cemetery to teach the children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X