For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત અગ્નિકાંડની રિપોર્ટ સામે આવી, જાણો કેવી રીતે લાગી આગ

ગુજરાતમાં, સુરતના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં 24 મી મે લાગેલી આગમાં શિક્ષક સહીત 23 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં, સુરતના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં 24 મી મે લાગેલી આગમાં શિક્ષક સહીત 23 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. એફએસએલની ટુકડીએ આ ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી. હવે તેની રિપોર્ટ સામે આવી છે, તેમાં અગ્નિકાંડ સંબંધિત ઘણા રહસ્યો બહાર આવ્યા છે. પહેલી વાત, આગ એસીના આઉટડોર યુનિટમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આ જ આગ પછીથી ઘણી જગ્યાએ ફેલાઈ ગઈ. ઇમારતમાં હાજર લાકડું પ્લાસ્ટિક આગથી સળગવા લાગ્યું. જેના કારણે ધુમાડો અને આગ ઇમારતના ઉપલા ભાગમાં ઝડપથી ફેલાઈ. વિદ્યાર્થીઓનો અંદર દમ ઘૂંટવા લાગ્યો અને ઘણા જીવતા પણ સળગી ગયા.

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડ: ગુજરાતમાં સુરક્ષા સાધનોની માંગમાં 35 ટકાનો વધારો

એફએસએલની રિપોર્ટથી ક્લિયર થઇ આ વાતો

એફએસએલની રિપોર્ટથી ક્લિયર થઇ આ વાતો

જ્યારે આ બનાવ બન્યો ત્યારે તે સ્થળે મોટી સંખ્યામાં વિડીયો વાયરલ થયા. સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી વિડીયોમાં વિદ્યાર્થીઓ ત્રીજા-ચોથા માળથી કૂદતાં જોવા મળ્યા. કૂદનારા ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા અને કેટલાક મૃત્યુ પણ પામ્યા હતા. આ ઘટના વિશે સોમવારે સામે આવેલી એફએસએલની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એસીમાં આગ બીજા માળે લાગી હતી. જે પછીથી ચોથા માળે લાગી કોચિંગ ક્લાસ સુધી પહોંચી ગઈ. ફાઈબરના કારણે, તેઓ આગની પકડમાં આવી ગયા.

વિદ્યાર્થીઓને ન મળ્યો હતો બીજો રસ્તો

વિદ્યાર્થીઓને ન મળ્યો હતો બીજો રસ્તો

આગ ચોથા માળેથી ઉતારવા માટેની સીડીને પણ સળગાવી, જે લોખંડ અને લાકડાની બનેલી હતી. તે સળગી ગઈ તો વિદ્યાર્થીઓને નીચે ઉતારવાનો રસ્તો મળ્યો નહીં. કોઈ રસ્તો ન હોવાને કારણે ચોથા માળે ફસાયેલા વિદ્યાર્થીઓથી નીચે આવી શકાયું નહિ. આગ, ધુમાડો અને ગભરાટના કારણે, ઘણા વિદ્યાર્થીઓ બેહોશ થઇ ગયા અને બળી ગયા.

આ બાબતે સફાઈ આપવામાં આવી નથી

આ બાબતે સફાઈ આપવામાં આવી નથી

જો કે, આ રિપોર્ટમાં પીજીવીસીએલનો એક ટીસી બળ્યા પછી પણ પાવર કટ કેમ થયો નથી? તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. સાથે ફાયર ડિપાર્ટમેન્ટને પહોંચવામાં થયેલા વિલંબ અંગે પણ કંઇ કહેવામાં આવ્યું નથી. જો કે, દરેક જાણે છે કે આગ વિભાગ સમય પર પહોંચતું, તો મૃત્યુ આંકડો આટલો મોટો ન હોત.

English summary
Surat Fire Tragedy: Air-conditioning unit sparks fire that killed 22 students: FSL Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X