For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાત પગલા આકાશમાં કૃતિથી લોકપ્રિય થયેલ સાહિત્યકાર કુંદનિકા કાપડીયાનું નિધન

‘સાત પાગલા આકાશમા’ ના લેખક કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામમાં અવસાન થયું છે. તે 93 વર્ષના હતા. 29 એપ્રિલની રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.કુંદનિકા કાપડિયાનો જન્મ 11 જાન્યુઆરી 1927 ના રોજ લીંબડીમાં થ

|
Google Oneindia Gujarati News

'સાત પાગલા આકાશમા' ના લેખક કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામમાં અવસાન થયું છે. તે 93 વર્ષના હતા. 29 એપ્રિલની રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

kundanika kapadia

કુંદનિકા કાપડિયાનો જન્મ 11 જાન્યુઆરી 1927 ના રોજ લીંબડીમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને સાહિત્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. તેમણે મકરંદ દવે સાથે મળીને વલસાડ નજીક નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેમણે 1955 થી 1957 સુધી યાત્રીક અને 1962 થી 1980 સુધી નવનીતનું સંપાદન કર્યું હતું.

તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે તેમણે લીધું હતુ. ત્યારબાદ કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કોલેજ)માં પુર્ણ કર્યુ હતુ. ત્યાં તેમણે ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. (બેચલર ઓફ આર્ટસ)ની ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી 'એન્ટાયર પોલીટીક્સ' સાથે એમ. એ. (માસ્ટર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.

પ્રેમના આંસુ, વધુને વધુ સુંદર નવલિકાના લેખક અને પરોઢ થતાં પહેલા, અગનપિપાસા નવલકથા પણ રચી હતી. 1985માં સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો હતો.

આ પણ વાંચો: ઋષી કપુરના નિધનથી દુખી થયા પીએમ મોદી, લેજેંડરી એક્ટરને ગણાવ્યા એક્ટિંગના પાવર હાઉસ

English summary
Gujarati writer Kundanika Kapadia passes away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X