For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતીઓએ 4 મહિનામાં ઘોષિત કર્યુ 18000 કરોડનું કાળુ નાણુ, RTI નો ખુલાસો

ઈનકમ ડિક્લેરેશન સ્કીમ (આઈડીએસ) હેઠળ ગુજરાતીઓએ વર્ષ 2016 માં 4 મહિના દરમિયાન 18000 કરોડ રૂપિયાનું કાળુ નાણુ ઘોષિત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ઈનકમ ડિક્લેરેશન સ્કીમ (આઈડીએસ) હેઠળ ગુજરાતીઓએ વર્ષ 2016 માં 4 મહિના દરમિયાન 18000 કરોડ રૂપિયાનું કાળુ નાણુ ઘોષિત કર્યુ છે. આનો ખુલાસો એક આરટીઆઈ દ્વારા થયો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ભારે ભરખમ રકમ તે સમયે દેશભરમાંથી નીકળેલા કાળા નાણાંના 29 ટકા છે. આઈડીએસ દ્વારા નોટબંધી પહેલા જૂનથી સપ્ટેમ્બર 2016 વચ્ચે આ કાળા નાણા વિશે એલાન કરવામાં આવ્યુ હતુ.

આરટીઆઈ દ્વારા થયો ખુલાસો

આરટીઆઈ દ્વારા થયો ખુલાસો

એક આરટીઆઈના જવાબમાં આવકવેરા વિભાગ દ્વારા કહેવામાં આવ્યુ છે કે આઈડીએસ દ્વારા ગુજરાતમાં 18000 કરોડનું કાળુ નાણુ ઘોષિત કરવામાં આવ્યુ છે કે જે દેશભરમાંથી નીકળેલા 65,250 કરોડના કાળા નાણાના 29 ટકા છે. આવકવેરા વિભાગને આનો જવાબ આપવામાં બે વર્ષ લાગી ગયા. અમદાવાદના પ્રોપર્ટી ડીલર મહેશ શાહે આઈડીએસ દ્વારા 13,860 કરોડની આવક ઘોષિત કર્યા બાદ આ આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Gandhi Jayanti 2018: બાપૂના આ શાનદાર સંદેશા જરૂર મોકલો દોસ્તોનેઆ પણ વાંચોઃ Gandhi Jayanti 2018: બાપૂના આ શાનદાર સંદેશા જરૂર મોકલો દોસ્તોને

દેશભરમાં ઘોષિત કાળા નાણાંના 29 ટકા

દેશભરમાં ઘોષિત કાળા નાણાંના 29 ટકા

21 ડિસેમ્બર 2016 ના રોજ ભરતસિંહ ઝાલા નામના વ્યક્તિએ આરટીઆઈ હેઠળ આવકવેરા વિભાગ પાસે જાણકારી માંગી હતી. તે સમયે ઈન્સ્ટોલમેન્ટની ચૂકવણીમાં ગરબડના કારણે મહેશ શાહનું આઈડીએસ રદ કરવામાં આવ્યુ હતુ. વળી, આવકવેરા વિભાગ નેતાઓ, બ્યુરોક્રેટ્સ વગેરે દ્વારા ઘોષિત આવક પર કંઈ પણ બોલવા તૈયાર નથી.

બે વર્ષ બાદ વિભાગે આપી જાણકારી

બે વર્ષ બાદ વિભાગે આપી જાણકારી

ભરતસિંહ ઝાલા કહે છે કે વિભાગ પહેલા જાણકારી આપવાનો ઈનકાર કરતુ રહ્યુ. ગુજરાતી ભાષામાં આવેદનનો હવાલો આપીને આવકવેરા વિભાગે જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો. જ્યારે 5 ડિસેમ્બરે મુખ્ય સૂચના અધિકારીએ દિલ્હીમાં આવકવેરા વિભાગને જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો. તેઓ કહે છે કે બે વર્ષ બાદ તેમને આ જાણકારી મળી શકી છે. 2016 માં કેન્દ્ર સરકારે આઈડીએસની ઘોષણા કરી હતી જે હેઠળ જૂન-સપ્ટેમ્બર 2016 વચ્ચે લોકોએ પોતાની ગુપ્ત આવક ઘોષિત કરી હતી.

આ પણ વાંચોઃ Pics: રાજઘાટ પહોંચી પીએમ મોદી-રાહુલ ગાંધીએ બાપુને આપી શ્રદ્ધાંજલિઆ પણ વાંચોઃ Pics: રાજઘાટ પહોંચી પીએમ મોદી-રાહુલ ગાંધીએ બાપુને આપી શ્રદ્ધાંજલિ

English summary
Gujaratis disclosed whopping Rs 18000 crore in black money in 4 months, reveals RTI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X