ચોટલી કાપનાર ચેતી જજો, CID કરશે તપાસ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં એક પછી એક અમરેલી, અમદાવાદ, રાજકોટમાં બનેલા ચોટલી કાપવાના બનાવ પછી ગુજરાતની રાજ્ય સરકારે આ મામલેને ગંભીરતાથી લઇને તેની તપાસ સીઆઇડી દ્વારા કરવામાં આવશે. આ અંગે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તંત્ર આ મામલાને ગંભીરતાથી લઇ રહી છે અને માટે જ આ અંગે સીઆઇડીને તપાસ સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાજ્યભરમાં 7 થી વધુ મામલોઓ તેવા બન્યા છે જેમાં મહિલાઓ સુઇ રહી હોય ત્યારે તેની ચોટલી આવીને કોઇ કાપી ગયું હોય. શુક્રવારે અમદાવાદના શાંતિપુરામાં 15 વર્ષીય યુવતી જોડે આવી ઘટના બનતા વટવા પોલીસને જાણ કરવામાં આવી હતી.

chotali cut

ઉલ્લેખનીય છે કે ચોટલી કાપવાની આ ઘટનાને અંધવિશ્વાસ સાથે જોડવામાં આવી રહ્યો છે. અને આ બનાવ પછી ચોટલી કાપનાર અનેક યુવતીઓના ઘરની આગળ લીંબુ મરચાં પણ લગાવવામાં આવ્યા છે. વધુમાં આ પ્રકરણના કારણે રાજ્ય ભરમાં જાત જાતની અફવાઓ પણ ફેલવવામાં આવી રહી છે જેમાં કોઇ તથ્ય નથી. વળી ગુજરાતમાં બનેલા આવા કેટલીક ઘટનાઓ આવું કરનાર ઘરના લોકો હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે વનઇન્ડિયાની લોકોને એક જ અરજ છે કે આવી ખોટી અફવાઓ ફેલવતા બચવું અને આવી ખોટી અફવાઓ દૂર રહેવું. વધુમાં જાણકારો પણ આ ઘટનાઓને માનવસર્જિત જ ગણાવી રહ્યું છે.

English summary
Hair-Chopping incidents increase in Gujarat, government assign this case to CID.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.