બનાસકાંઠામાં ૧૩ થી ૧૫મી ઓગષ્ટે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે!

બનાસકાંઠામાં ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગષ્ટ દરમ્યાન ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણી થનાર છે ત્યારે, તેની ઉજવણી માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

દેશભરમાં યોજાનાર ''આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત આગામી ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગષ્ટ દરમ્યાન ''હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણી થનાર છે ત્યારે, બનાસકાંઠામાં પણ તેની ઉજવણી માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. ''હર ઘર તિરંગા’’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના આગોતરા આયોજનના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં જિલ્લામાં યોજાનાર ''હર ઘર તિરંગા’’ કાર્યક્રમના આયોજન અને તેના અમલીકરણ સંદર્ભે રૂપરેખા સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે આ ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો જોડાય એવી વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Har Ghar Tiranga

હર ઘર તિરંગા ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના કાર્યક્રમનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે, લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટેના ગર્વ સાથેની ભાવના વધુ જાગ્રત બને તેવા હેતુસર આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ઘરો, દુકાનો, શાળાઓ, આંગણવાડીઓ, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, ઉદ્યોગ અને વેપારી ગૃહો વગેરે જેવા તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક ફરકાવવામાં આવશે.

તાલુકા સ્તરની સમિતિઓ દ્વારા મિટિંગ કરી તમામ શહેરીજનો-ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સ્વ સહાય જૂથો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામ સંગઠનો વગેરેને ઉક્ત કાર્યક્રમમાં સહભાગી થવાનો જાહેર અનુરોધ કરી સમગ્ર જિલ્લામાં તિરંગા ફરકાવવાના ભાગરૂપે સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રને ખાસ અનુરોધ કર્યો હતો. ''હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણી દરમ્યાન ફ્લેગ કોડ પ્રમાણે તિરંગાનું સંપૂર્ણ સન્માન જળવાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવા આદેશ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X