હાર્દિક પટેલની રાહુલ ગાંધીને ચીમકી તારી પણ થશે અમિત શાહવાળી

Posted By:
Subscribe to Oneindia News

પાટીદાર નેતા હાર્દિક પટેલ તેના સોશ્યલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યું છે કે જો 3 નવેમ્બર 2017 સુધી કોંગ્રેસ પાટીદારોને કેવી રીતે સંવૈધાનિક રીતે આરક્ષણ આપશે તે અંગે સ્પષ્ટતા નહીં આપે અને આ મામલે પોતાનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો તેનો હાલ પણ સુરતમાં અમિત શાહ જોડે જેવો થયો હતો તેવો થશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી નવેમ્બરમાં સુરતથી તેમના ત્રીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર શરૂ કરવાના છે. અને આ પહેલા જ્યારે અમિત શાહ અને વિજય રૂપાણી સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા ત્યારે પાટીદારોએ તે કાર્યક્રમમાં ખુરશી તોડી હંગામો કર્યો હતો. ત્યારે હાર્દિકે ટ્વિટ કરીને રાહુલ ગાંધીની આવનારી સુરત સભામાં પણ અમિત શાહવાળી થવાની ચિમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે હાલ જ્યારે તાજમાં હાર્દિક પટેલ અને રાહુલ ગાંધીની સંભવિત મુલાકાતના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા. ત્યારે માનવામાં આવતું હતું કે હાર્દિક પટેલ પહેલી નવેમ્બરે કોંગ્રેસમાં જોડાઇ જશે. અને આ મામલે હાર્દિકના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા. વળી તેવી ગણતરી હાલ પણ ચાલી રહી છે કે અલ્પેશ ઠાકોર પણ હાર્દિક પટેલ પણ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઇ જશે કે પછી આડકતરી રીતે તેને સમર્થન આપશે. પણ હાર્દિક પટેલના આ ટ્વિટે ફરી તેને પાટીદારોમાં લોકપ્રિય બનાવી શકે છે. 

English summary
Hardik Patel ask Congress and Rahul Gandhi to clear their stand on Patidar Reservation. And if not then be ready for consequence like Amit shah.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.