For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપમાં સામેલ થઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ચપ્પલથી મારવા જોઈએઃ હાર્દિક પટેલ

ભાજપમાં સામેલ થઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ચપ્પલથી મારવા જોઈએઃ હાર્દિક પટેલ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટ પર ચૂંટણી યોજાય પહેલા જ ફરી એકવાર ખલબલી મચી છે. ધારાસભ્યોએ પક્ષપલટો ફરીથી શરૂ કરી દીધો છે. કોંગ્રે પાર્ટીના એક બાદ એક ત્રણ ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામાં આપી દીધાં છે. આ દરમિયાન પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે આવા ધારાસભ્યો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિક પટેલે કહ્યું કે મારું માનવું છે કે આવા લોકોને જનતાએ ચપ્પલથી મારવા જોઈએ.

રિસોર્ટ પોલિટિક્સ શરૂ

રિસોર્ટ પોલિટિક્સ શરૂ

કોંગ્રેસ પાર્ટી પોતાના ધારાસભ્યોને બચાવવાની કવાયતમાં લાગી ગઈ છે. પાર્ટીએ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં રોકવા શરૂ કરી દીધા છે. આ દરમિયાન રાજકોટની નીલ સિટી રિસોર્ટના માલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. રિસોર્ટના માલિક વિરુદ્ધ એફઆઈઆર બાદ કોંગ્રેસના નેતા ધરણા પર બેસી ગયા છે. આ મામલે હાર્દિક પટેલે કહ્યું કે ચાર દિવસ પહેલા અમદાવાદના મેયરે કેરી મહોત્સવમાં ભાગ લીધો હતો, તે સમયે કોઈ એફઆઈઆર નહોતી નોંધાણી, અમે જનતાનો અવાજ ઉઠાવી રહ્યા છીએ માટે જ આવું કરવામા ંઆવી રહ્યું છે.

ધારાસભ્યોને અલગ અલગ ઝનમાં રાખવામાં આવ્યા

ધારાસભ્યોને અલગ અલગ ઝનમાં રાખવામાં આવ્યા

જાણકારી મુજબ વિપક્ષી દળ દ્વારા પોતાના 65 ધારાસભ્યોને અલગ અલગ ઝોનમાં મોકલવામાં આવ્યા છે.જેમાંથી ઉત્તરી ક્ષેત્રના 21 ધારાસભ્યોને અમ્બાજી રિસોર્ટમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ દરેક ઝોનની જવાબદારી કોંગ્રેસના મોટા નેતાને સોંપવામાં આવી છે. પાર્ટીના આ ફેસલાથી સંગઠનના આંતરિક ઝઘડાને લઈ સવાલ ઉઠવા લાગ્યા છે. કેટલાક ધારાસભ્યોના રાજીનામા બાદ પાર્ટીએ ભાજપ પર ખરીદ ફરોખ્તીનો આોપ લગાવ્યો, તો બીજી તરફ ભાજપે આ આરોપો નકારી કાઢ્યા છે.

હાર્દિક પટેલે ભાજપ પર આરોપ લગાવ્યો

હાર્દિક પટેલે ભાજપ પર પૈસાનો ખેલ ખેલવાનો આરોપ લગાવ્યો છે. હાર્દિક પટેલે આરોપ લગાવતા કહ્યું કે ભાજપ જેટલા પૈસા ધારાસભ્યોને ખરીદવામાં વાપરી રહ્યું છે એટલા પૈસાથી તો ગુજરાતમાં કોરોના વાયરસના બધા દર્દીનો ઈલાજ કરી શકાત, ગંભીર હાલતવાળા દર્દીને વેન્ટિલેટર આપી શકાતા હતા.

અમેરિકાઃ 5 વર્ષની પ્રદર્શનકારી બાળકીએ પોલીસનેપૂછ્યું- તમે અમને મારી નાખશો?અમેરિકાઃ 5 વર્ષની પ્રદર્શનકારી બાળકીએ પોલીસનેપૂછ્યું- તમે અમને મારી નાખશો?

English summary
Hardik patel blame bjp for horse trading before rajya sabha election in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X