વીડિયો: હાર્દિક પટેલના સાથીદારોને પોલિસે ફિલ્મ ઠબે ઉઠાવ્યા

Posted By:
Subscribe to Oneindia News

બુધવારે અમદાવાદની હાઇકોર્ટની બહાર હાઇ વોલ્ટેઝ ડ્રામા જોવા મળ્યો. બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં હાર્દિકના રાજદોહના કેસની સુનવણી હતી. જે બાદ હાઇકોર્ટમાંથી બહાર આવી રહેલા હાર્દિક પટેલના સાથીદારો ચિરાગ પટેલ અને દિનેશ પટેલની કારને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નાટકીય રીતે રોકી.

અને માત્ર બે મિનિટમાં જ પોલિસે કારમાં ધૂસી કાર હંકારીને લઇ ગયા. તેમણે કાર માંથી ચિરાગ પટેલ, દિનેશ પટેલ અને લાલજી પટેલની ફિલ્મ ઠબે ઉઠાવીને 2 મિનિટમાં જ પોલિસ રફુચક્કર થઇ ગઇ. આ દરમિયાન મહિલા વકીલ અને ત્યાં હાજર પાસના બીજા કાર્યકર્તાઓ સાથે પોલિસને ધર્ષણ પણ થયું.

hardik patel

નોંધનીય છે કે હાર્દિક પટેલના સાથીદારો દિનેશ અને ચિરાગ પટેલ સામે રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો. બન્ને પર આરોપ છે કે તેમણે 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજવામાં આવેલી મહા રેલી દરમિયાન સરકારને ઉથલાવાનું કાવતરું રચ્યું હોવાનો આરોપ છે. જો કે કારમાં બેઠેલા લાલજી પટેલને પોલિસ પાછળથી છોડી દીધો હતો. ત્યારે ગુજરાત સરકાર હવે ચૂંટણી પહેલા કોઇ પણ રીતે હાર્દિક પટેલનું આ અનામત આંદોલન નાબૂદ કરવા માંગે છે તેવું લાગી રહ્યું છે. ત્યારે આ વીડિયો જુઓ અહીં.

English summary
hardik patel friends chirag patel, dinesh patel arrested

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.