હાર્દિક પટેલ VS અમિત શાહ: CM મુદ્દે વિવાદ શરૂ

ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તે વાત આજે સાંજે ચાર વાગે બહાર આવશે પણ તે પહેલા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર તેવા હાર્દિક પટેલે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ ખુલ્લી ચિમકી ઉચ્ચારતા કહ્યું છે કે અમિત શાહના જૂથનો કોઇ પણ સીએમ અમે નહીં ચલાવીએ. વધુમાં તેણે અમિત શાહને જનરલ ડાયર સાથે સરખાવ્યો હતો.

હાર્દિક પટેલે આનંદીબેનના રાજીનામાં અંગે પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે કોઇના સ્વેચ્છિક રાજીનામાં નથી લેવામાં આવ્યા પણ રાજીનામાં પડાવવામાં આવ્યા છે. તેણે પટેલોને આહ્વાહન કરતા કહ્યું હતું કે અમિત શાહના કારણે જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલિસ અને પટેલો વચ્ચે ધર્ષણ થયું હતું અને તેના કારણે જ અનેક પટેલોએ તે બાદ પોતાના પ્રાણ ગુમાવ્યા પડ્યા હતા. ત્યારે હાર્દિક પટેલ અમિત શાહ પર અન્ય શું શું ટિપ્પણી કરી તે વિષે જાણો અહીં....

જાતિવાદની રાજનિતી

જાતિવાદની રાજનિતી

હાર્દિક પટેલે જણાવ્યું કે ગુજરાતમાં પાટીદારો અને ઠાકોરો મોટી સંખ્યામાં છે. પણ તે ગુજરાતમાં જાતિવાદની રાજનિતી રમાય તેવું નથી ઇચ્છતા.

જનરલ ડાયર કોણ?

જનરલ ડાયર કોણ?

હાર્દિક પટેલે અમિત શાહને જીએમડીસીનો જનરલ ડાયર ગણાવ્યો હતો. નોંધનીય છે કે જનરલ ડાયર એક બ્રિટિશ અધિકારી હતા જેમના દોરીસંચાર હેઠળ પંજાબના જલિયાવાલા બાગમાં મોટી સંખ્યામાં હત્યાકાંડ થયો હતો.

રાજ્યનો વિકાસ

રાજ્યનો વિકાસ

હાર્દિકે કહ્યું કે અમે ગુજરાતનો વિકાસ ઇચ્છીએ છીએ નહીં કે ગુંડાગર્દી. તેમણે આનંદીબેનના રાજીનામાં પર પણ બોલતા કહ્યું કે કોઇની જોડે સ્વેચ્છાથી રાજીનામાં નથી લેવામાં આવ્યા પડાવવામાં આવ્યા છે.

અમિત શાહ VS પાટીદાર

અમિત શાહ VS પાટીદાર

વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે અમિત શાહ પાટીદાર સમાજને ખત્મ કરવા માગે છે અને માટે જ તેના જૂથના કોઇ પણ સીએમને પાટીદારો કદી પણ નહીં સ્વીકારે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X