For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગરના રમતવીરોને રાજ્ય સરકારની 5.61 કરોડ રૂપિયાની સ્વિમિંગ પુલ અને બાસ્કેટબોલ કોર્ટની ભેટ

શહેરના અજીતસિંહજી પેવેલિયન પાસે આવેલ જામનગર રમત સંકુલ ખાતે રૂ.૫૬૧.૩૩ લાખના ખર્ચે નિર્માણ પામેલ સ્વિમિંગ પુલ તથા તથા બાસ્કેટબોલ કોર્ટનુ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકાર્પણ કર્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

શહેરના અજીતસિંહજી પેવેલિયન પાસે આવેલ જામનગર રમત સંકુલ ખાતે રૂ.૫૬૧.૩૩ લાખના ખર્ચે નિર્માણ પામેલ સ્વિમિંગ પુલ તથા તથા બાસ્કેટબોલ કોર્ટનુ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકાર્પણ કર્યુ હતુ.

HRASH SANGHAVI

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યુ હતુ કે, જામનગરના યુવાનો સ્વિમિંગ તથા રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના મધ્યમા જ સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોઈ પણ જાહેરાત વિના જ જામનગરના નાગરિકોને રાજ્ય સરકારે આપેલી આ સરપ્રાઈઝ ભેટ છે. યુવાનો રમત ગમત ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે અને જામનગર તથા દેશનુ નામ વૈશ્વિક સ્તરે રોશન કરે તેવી આ પ્રસંગે મંત્રીશ્રીએ અભ્યર્થના વ્યક્ત કરી હતી.

રૂ.૫૬૧.૩૩ લાખના ખર્ચે લોકાર્પિત થયેલ સ્વિમિંગ પુલમાં ૨૫ X ૧૨.૫ મીટરનો હશે જેમા કોચ રૂમ, મહિલા અને પુરૂષ ચેન્જ રૂમ, હેન્ડીકેપ રૂમ, કિચન એરીયા વિથ ડાઈનિંગ રૂમ તેમજ પંપ રૂમની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે. તથા બાસ્કેટબોલ કોર્ટ ૨૮ X ૧૫ મીટરનુ નિર્મિત કરવામાં આવ્યું છે.

English summary
Harsh Sanghvi inaugurates swimming pool and basketball court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X