મહંતસ્વામીનું સાબરકાંઠામાં આગમન, હરિભક્તો ઉત્સાહમાં

Subscribe to Oneindia News

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના આંગણે આજે બીએપીએસના વડા પૂજ્ય મહંત સ્વામીનું આગમન થયું છે. મહંત સ્વામીના આગમને હરિભક્તોએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. મહંત સ્વામી 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી 2018 સુધી સાબરકાંઠામાં જ રોકાણ કરશે.

Gujarat

પૂજ્ય મંહત સ્વામીના સાંનિધ્યમાં આજે એટલે કે બુધવાર થી બીજી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે અને પૂજ્ય મહંત સ્વામી હરિભક્તોને સવારની પૂજામાં તેમજ સાંજની સભામાં એમ બે સમયે દર્શન આપશે. હરિભક્તોએ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં ઘણા રસપ્રદ કાર્યક્રમો આયોજિત કર્યા છે. બુધવારે જ્યારે મંહતસ્વામીનું આગમન થયું ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી ગયા હતા. મહંત સ્વામીએ હરિભક્તોને દર્શન આપીને વિદાય લીધી હતી તેમનું રોકાણ હિંમતનગર મંદિર ખાતે રહેશે. મહંત સ્વામીના આગમને મંદિરમાં સુંદર સજાવટ કરવામાં આવી હતી તેમજ મંદિર સંચાલકો દ્વારા હરિભક્તો માટે તેમજ દર્શાનાર્થીઓ માટે રહેવાની તેમજ બંને ટાઈમ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે .

English summary
Head of BAPS Mahant Swami arrival in Sabarkantha.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.