અમદાવાદઃ કોરોના વાયરસથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું મોત

અમદાવાદઃ કોરોના વાયરસથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું મોત

અમદાવાદઃ કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના કોરોના વોરિયર હેડ કોન્સ્ટેબલનુ સોમવારે ગાંધીનગર સીવીલ હોસ્પિટલ ખાતે નિધન થયું છે.

DCP નીરજ સાહેબે જણાવ્યું, ભરતસિંહ સોમાજી (54)ને 16 મેના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને બાદમાં તેઓ નોબેનગરમાં રહેતા હોવાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

Coronavirus

ડીસીપી નીરજ સાહેબે વધુમા ઉમેર્યું કે ભરતસિંહના નિધન વિશે અમને સિવિલ હોસ્પિટલ તરફથી સોમવારે સવારે જાણ કરવામાં આવી હતી. જે બાદ અમોએ ભરતસિંહના પરિજનોને તેમના દુખદ અવસાન અંગે જણાવ્યું.

પોલીસ સુત્રો મુજબ વધુ એક કૃષ્ણનગરના ASI કિશન સિંહમાં પણ કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની સાથે સંપર્કમાં આવેલા અન્ય 6-7 પોલીસ કર્મચારીઓને પણ હોમ ક્વારંટાઈનમાં રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ ખતરનાક બનતી જઈ રહી છે

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસની સ્થિતિ ખતરનાક બનતી જઈ રહી છે. તેમાં પણ ખાસ કરીન અમદાવાદની સ્થિતિ દયનીય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 11379 કેસ પોઝિટિવ નોંધાયા છે જેમાંથી 8420 તો માત્ર અમદાવાદના જ છે.

ગુજરાતના કયા જિલ્લામાં કેટલા કેસ

  • અમદાવાદઃ 8420
  • સુરતઃ 1064
  • વડોદરાઃ 660
  • ગાંધીનગરઃ 168
  • ભાવનગરઃ 108
  • આણંદઃ 83
  • બનાસકાંઠાઃ 83
  • રાજકોટઃ 79
  • અરવલ્લીઃ 78
  • મહેસાણાઃ 75
  • બોટાદઃ 56
  • મહિસાગરઃ 48
  • ખેડાઃ 46
  • પાટણઃ 42
  • સાબરકાંઠાઃ 38
  • જામનગરઃ 35
  • ભરૂચઃ 32
  • અન્ય જિલ્લાઓમાં 30થી ઓછા કેસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X