વડોદરામાં કેરીના વેપારીઓના ત્યાં દરોડા

Subscribe to Oneindia News

કેરી એટલે ફળોનો રાજા, પણ હવે આ કેરીને ખાધા પછી તમારું સ્વસ્થ પણ બગડી શકે છે. નોંધનીય છે કે બીજા દિવસે પણ VMCની અરોગ્ય વિભાગ ની ટીમે ખંડેરાવ માર્કેટ કેરીના વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા હતા. જોકે અધિકારીઓ દ્વારા કેરીના વેપારીઓનાં ત્યાં સર્ચ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જે વેપારીઓ આજ દિવસ સુધી કેરીના ગેરકાયદેસર રીતે કેરી પકવવા માટે કાર્બાઈડનો ઉપયોગ કરતા હતા. તેમણે વધુ એક નવો નુસખો શોધી કાઢ્યો છે. આરોગ્ય વિભાગથી બચવા માટે વેપારીઓએ કાર્બાઈડની જગ્યાએ ઈથેનીલ વાપરતા ઝડપાઇ ગયા હતા. જે અંગે આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી હાથધરી છે.

mango

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે ખંડેરાવ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અને ઇથેનીલથી કેરી પકવતા વેપારીઓ પર તબાહી બોલાવી હતી. સાથે જ ઈથેનીલ પાવડરથી પકવેલી 500 કિલોથી વધારે કેરીનો નાશ કર્યો હતો. નોંધનીય છે કે હજુ સીઝનની શરૂઆત છે. એટલામાં જ આટલા મોટા પ્રમાણ જથ્થો ઝડપાયો છે. ત્યારે આવનારા સમયમાં કેરીને પકવવા વેપારીઓ વધુ શું અખતરા કરે છે અને આરોગ્ય વિભાગ તેની પર કાર્યવાહી કરે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું.

English summary
Vadodara: health department raid at mango vendors, destroy more than 500 kg mangoes
Please Wait while comments are loading...