For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

૮ મહિનામાં રાજ્યના ૮૮ લાખથી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સ્ક્રીનીંગ કરવામાં આવ્યું

આરોગ્ય ટીમ દ્વારા છેલ્લા ૮ મહિનામાં દર મહિને ૧૧ લાખ જેટલા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી સ્ક્રીનીંગ દરમિયાન ૩૧૯૫ બાળકોમાં નિદાન થયેલ કિડની, હ્રદય,કેન્સર સહિતની બિમારીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી

|
Google Oneindia Gujarati News

રાજ્યના ૮૮ લાખ ૪૯ હજાર ૮૦૯ બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ - સ્ક્રીનીંગ કરવામાં આવી છે. શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતા સ્ક્રીનીંગ પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધું ૬ લાખ ૪૭ હજાર ૫૦૨ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.

HEALTH

રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લામાં ૪.૬૪ લાખ,સુરત કોર્પોરેશનમાં ૪.૫૩ લાખ,કચ્છમાં ૪.૪૪ લાખ, અમદાવાદ કોર્પોરેશનમાં ૩.૯૨ લાખ, મહેસાણામાં ૩.૯૦ લાખ,આણંદમાં ૩.૮૭ લાખ , રાજકોટમાં ૩.૨૭ લાખ બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.રાજ્યાના કેટલાક જિલ્લાઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સ્ક્રીનીંગના નિર્ધારિત લક્ષ્યાંકના ૧૦૦ ટકા થી વધુ પુર્ણ કર્યા છે. જેમાં સુરત જિલ્લામાં સર્વશ્રેષ્ઠ ૧૬૫ ટકા કામગીરી થઇ છે.

રાજ્યના ૮૮.૪૯ લાખ સ્ક્રીનીંગ થયેલ બાળકોમાંથી ૩૧૯૫ જેટલા બાળકોમાં કિડની, હ્રદય, કેન્સર જેવી વિવિધ બિમારીઓનું નિદાન થયું હતુ. જેની સફળતાપૂર્વક સારવાર આપવામાં આવી છે. જેમાં ૨૧૧૦ બાળકોની હ્રદયરોગ સંબધિત સારવાર, ૭૨૪ કિડનીની સારવાર, ૩૩૭ કેન્સરની સારવાર આપવામાં આવી છે.૧૩ બાળકોના કીડની ટ્રાન્સપ્લાન્ટ, ૧૦ બાળકોના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને ૧ બાળકના લીવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર પણ આ યોજના અંતર્ગત સમાવિષ્ટ કરીને બાળકોને લાભ આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજયના ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઇ રહે તે હેતુસર બાળકોની આરોગ્ય તપાસણી અને સારવાર અને રેફરલ સેવાઓ જેવી ઉમદા અને ગણવતા સભર સેવાઓ રાજય સરકાર તરફથી પુરી પાડવામાં આવે છે.

શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નિર્ધારીત પ્લાન મુજબ નવજાત શિશુ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધો.૧ થી ૧ર માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, ૧૮ વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમના બાળકોને આર.બી.એસ.કે. મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પુરી પાડવામાં આવે છે.

રાજ્યમાં કુલ ૧૦૦૦ જેટલી RBSK(રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ) મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે.દરેક ટીમમાં બે આયુષ ડોક્ટર (મેલ અને ફિમેલ) એક ફાર્માસીસ્ટ અને એક સ્ત્રી આરોગ્ય કાર્યકરનો સમાવેશ થાય છે.

English summary
Health screening of 88 lakh children was done in the state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X