For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદના હાલ બેહાલ, પણ ટ્વિટરમાં ટ્રેન્ડમાં છે અમદાવાદ

|
Google Oneindia Gujarati News

આટલા દિવસથી અમદાવાદના લોકો કહેતા હતા કે "વરસાદ તો ક્યાં આવે જ છે!". ત્યારે લાગે છે કે વરસાદે મન પર લઇ લીધુ છે અને માટે જ તો એક રાતમાં છે એવો વરસાદ પડ્યો કે લોકો પણ કહેવા લાગ્યા "ખમૈયા કરો!". શુક્રવારે રાતે 11:30થી શરૂ થયેલા વરસાદે અમદાવાદના નીચાણ વાળા વિસ્તારોને બેટમાં ફેરવી દીધા છે. પરિમલ અંડરબ્રિજ બંધ પાણી ભરાવાના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. રાતે 4 વાગ્યાથી એકધારે પડતા વરસાદના કારણે તંત્ર પણ સાબદુ થયું છે.

જામનગર વાવડી ડેમ ઓવરફ્લો થયો, જુઓ તસવીરોજામનગર વાવડી ડેમ ઓવરફ્લો થયો, જુઓ તસવીરો

આજે સવારે ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ટ્રાફિકની ભારે સમાસ્યા સર્જાઇ હતી. ત્યારે અમદાવાદે વરસાદે લોકોને કેવા બેહાલ કર્યા છે અને વરસાદના કારણે અમદાવાદના વિવિધ વિસ્તારોની શું સ્થિતિ છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

સરેરાશ વરસાદ

સરેરાશ વરસાદ

અમદાવાદમાં ગુરુવારે 11:30 થી 3 વાગ્યા સુધીમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં નીચે મુજબ વરસાદ ખાબક્યો છે. તેમાં મધ્યઝોન એટલે કે દાણીપીઠ વિસ્તારમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ થયો છે. વળી અનેક અન્ડરપાસમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યા છે.

કયાં અન્ડરપાસ બંધ છે?

કયાં અન્ડરપાસ બંધ છે?

ભારે વરસાદ બાદ પરીમલ અન્ડરપાસ, મીઠાખળી અન્ડરપાસ, દક્ષીણી અન્ડરપાસ, અખબાર નગર અન્ડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસને બંધ કરવામાં આવ્યા છે.

ક્યાં ક્યાં પાણી ભરાયા?

ક્યાં ક્યાં પાણી ભરાયા?

ભારે વરસાદના કારણે ખમાસા, એસ.ટી.સર્કલ, હેલ્મેટ સર્કલ, માણેકબાગ, શાહપુર, એન.આઇ.ડી થી શાંતીવન બાજુ, મેમ્કો, વિજય ચાર રસ્તા, સોનીની ચાલી, શાહીબાગ, શિવરંજની ચાર રસ્તા, વિકાસગૃહ ઘી કાંટા, રાયપુર વિસ્તારોમાં રસ્તા અને ઘરોમાં પાણી ભરાવાની ફરિયાદો નોંધાઇ છે.

ઝાડ પડવા

ઝાડ પડવા

વળી અનેક વિસ્તારોમાં રસ્તા પર ઝાડ પડ્યા હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઇ છે. જો કે તંત્રએ જુદા જુદા વિસ્તારોમાં કંટ્રોલ રૂમ શરૂ કરી સમગ્ર સ્થિતિને સુચારુ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

ઘરમાં પાણી, રસ્તામાં પાણી, બધે બસ પાણી જ પાણી

ઘરમાં પાણી, રસ્તામાં પાણી, બધે બસ પાણી જ પાણી

ભારે વરસાદના કારણે અનેક સોસાયટીમાં ઘરોની અંદર પાણી ભરાઇ જતા લોકોની મુશ્કેલી વધી હતી. તો વળી વરસાદ બાદ વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે.

શાળા કોલેજમાં રજા

શાળા કોલેજમાં રજા

તો વળી વરસાદની સ્થિતિ વકરતા મોટા ભાગની શાળા અને કોલેજમાં રજા આપવામાં આવી છે અને કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને પરત મોકલવામાં આવ્યા છે.

સફાઇ કામગિરી શરૂ

સફાઇ કામગિરી શરૂ

જો કે વરસાદ બાદ અમદાવાદમાં રોગચાળો ના ફાટે તે માટે તંત્ર દ્વારા પૂરતા પગલા લેવામાં આવી રહ્યા છે અને અનેક જગ્યાઓથી વરસાદના પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

અમદાવાદના હાલ બેહાલ, પણ ટ્વિટરમાં ટ્રેન્ડમાં છે અમદાવાદ

અમદાવાદના ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અને લોકોના હાલ પણ બેહાલ છે. પણ ટ્વિટરમાં આપણી મજાક કરવાની આદતના કારણે અમદાવાદ ટ્રેન્ડમાં છે.

ખાવા પીવાની વાત

અને ભલે સ્થિતિ ગમે તેવી હોય પણ આપણે ગુજરાતીઓ ખાવાની વાતો સૌથી પહેલા વિચારવા લાગીએ છીએ.

ભજિયા અને દાળવડા પ્રેમ

ભજિયા અને દાળવડા પ્રેમ

અને વરસાદ પડવાની સાથે જ ભજિયા અને ગરમાગરમ દાળવડા વિષે પણ કેવી રીતે ભૂલાય. Laughing

English summary
Heavy rain in ahmedabad know all the news update about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X