For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદ વચ્ચે, NDRFની ટીમને ખડેપગે રહેવાની સૂચના

ગુજરાતમાં ફરી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી. ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ રહ્યો છે. આ અંગે વધુ વાંચો અહીં..

By Oneindia
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને જોતા રાજ્ય સરકારે NDRF ની ટીમને ખાંડે પગે રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 72 કલાક ભારે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહીની વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ૧૭ ઇંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો હતો. ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

rain

ઉપલેટામાં ૬ ઇંચ, મોરબીમાં ચાર ઇંચ, ભાવનગર-બોટાદમાં બે ઇંચ, પાલનપુરમાં બે, અમદાવાદમાં સવા બે ઇંચ, કડીમાં અઢી ઇંચ, મહેસાણામાં દોઢથી બે ઇંચ, સાબરકાંઠાના ભિલોડામાં ત્રણ ઇંચ, ઈડરમાં બે, હિંમતનગર, પોશીના, વડાલીમાં બે ઇંચ, અરવલ્લીના મેઘરજમાં બે ઇંચ, ઝાલાવાડમાં ૪ ઇંચ, વડોદરામાં એકથી દોઢ ઇંચ, મહુવામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. વડોદરા અને સુરતમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો.આમોદમાં ઢાઢર નદીની પાણીની સપાટી વધતાં ૭ ગામને એલર્ટ કરાયાં હતાં. ભારે વરસાદને પગલે વાપી, ચલા, દાભેલ, છરવાડા અને ડુંગરામાં ભારે ખરાબી સર્જાઈ હતી. ઉપરવાસના વરસાદને કારણે મધુબન ડેમનું જળસ્તર વધીને ૭૬ મીટરે પહોંચી જતાં ડેમના ચાર દરવાજા બુધવારના ખોલાવામાં આવ્યા હતા. દમણની ખાડીમાં પણ જળસ્તર વધી જતાં ૭૫ ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા. વલસાડમાં આજે વરસાદ ચાલુ રહેતા ધરમપુરમાં ૪૨ અને પારડીમાં બે મિ.મી. વરસાદ નોંધાયો હતો.

English summary
Heavy rain forecast in Gujarat: Government make NDRF team to stand by.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X