For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી ત્રણ દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી!

રાજ્યમાં હવે ચોમાસાનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે પરંતુ હજુ વરસાદની મોટી ઘડ છે. આ તમામ બાબતો વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં હવે ચોમાસાનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે પરંતુ હજુ વરસાદની મોટી ઘડ છે. આ તમામ બાબતો વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરના સર્જાશે

બંગાળની ખાડીમાં લો પ્રેશરના સર્જાશે

હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાશે, જે 8 સપ્ટેમ્બરમાં ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે. જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાશે. વરસાદની આ ઈનિંગ્સ 14 સપ્ટેમ્બર સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે રાજ્યમાં 41 ટકા વરસાદની ઘટ છે. જો કે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં વરસાદ નોંધાતા આ ઘટમાં નોંધપાત્ર ઘડાટો થયો છે. બીજી તરફ આગામી દિવસોના વરસાદને કારણે પણ ઘટ ઓછી થઈ જશે.

આ વિસ્તારોમાં વરસાદની આગાહી

આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પર વિસ્તૃત વાત કરીએ તો, આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગરમાં સારા વરસાદની આગાહી છે. બીજી તરફ સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદા જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે.

20 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડી શકે છે

20 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડી શકે છે

આ ઉપરાંત હવામાન વિભાગે વધુમાં આગામી 20મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે 14મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે. 8 અને 9 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે.

લો પ્રેશરની અસર 20 સપ્ટેમ્બર સુધી રહેશે

લો પ્રેશરની અસર 20 સપ્ટેમ્બર સુધી રહેશે

આગાહી મુજબ બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો-પ્રેશર રચાશે, જે 8 સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોંચશે, તેની સાથે મોન્સૂન ટ્રફ નીચે આવશે. આથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશર કે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેની અસર 8 થી 14 સપ્ટેમ્બર સુધી રહેશે. જેને કારણે રાજ્યભરમાં વરસાદ નોંધાશે. આ ડિપ્રેશનની અસરથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા 20મી સુધી સારો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં વરસાદની ઘટ

રાજ્યમાં વરસાદની ઘટ

રાજ્યમાં વરસાદની ઘટની વાત કરીએ તો, છેલ્લા અઠવાડિયામાં પડેલા વરસાદથી 50 ટકાની ઘટ હતી તે હવે 9 ટકા ઘટીને 41 ટકા રહી ગઈ છે. ગુજરાતમાં સામાન્ય કરતાં 44 અને સૌરાષ્ટ્રમાં 37 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગામી દિવસોના વરસાદને જોતા આ ઘટ 25 ટકા રહેવાની સંભાવના છે.

English summary
Heavy rain forecast in this district of Gujarat for next three days!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X