• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં અતિભારે વરસાદ; હજારોનું સ્થળાંતર ; પરીક્ષાઓ મુલતવી

|

અમદાવાદ, 25 સપ્ટેમ્બર : ગુજરાતમાં ઊભા થયેલા લો પ્રેશરને પરિણામે સમગ્ર રાજ્યમાં સતત બીજા દિવસે પણ દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં અવિરત વરસાદ ચાલુ છે. બુધવાર 25 સપ્ટેમ્બર, 2013ના રોજ પણ મધ્યરાત્રિથી સતત અનરાધાર વરસાદ ચાલુ રહેતા મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ વિકટ બની છે. ઠેર ઠેર પાણી ભરાઇ જવાના કારણે રોજિંદા વ્યવહાર અને કામકાજ ઠપ્પ થઇ ગયા છે. આજથી અમદાવાદ સહિત અન્ય શહેરોમાં શાળાની ધોરણ 8થી 12ની પરીક્ષાઓ શરૂ થઇ છે. ભારે વરસાદને પગલે શાળાઓએ આ પરીક્ષા રદ કરી છે.

પૂરનું સંકટ

પૂરનું સંકટ

રાજ્યમાં વરસાદની જિલ્લાવાર સ્થિતિ જોઇએ તો રાજ્યના નવસારી સહિતના વિસ્તારોમાં હજી પણ પૂરનું સંકટ જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં તો વડોદરામાં 9 ઇંચ વરસાદથી ઠેર ઠેર સમગ્ર શહેર તરબોળ થઇ ગયું છે. વિશ્વામિત્રી નદી સહિત તમામ નદીઓ ઓવરફલો થતાં તેમજ ગોત્રી તળાવ ફાટતા ભારે અફરાતફરી મચી ગઇ છે.

ખરાબ સ્થિતિ

ખરાબ સ્થિતિ

કેટલીક ટ્રેનો રદ કરવી પડી છે તો બસ વ્યવહાર સહિત વાહનવ્યવહાર ખોરવાઇ ગયો છે. હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગી છે. આજે કુલ ચારના મોત નિપજ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ આજે સાડાત્રણ ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભાવનગરમાં વરસાદને કારણે મકાન જમીનદોસ્ત થતાં એક વૃધ્ધાનું મોત નિપજ્યું છે.

ઉમરપાડામાં 19 ઇંચ વરસાદ

ઉમરપાડામાં 19 ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાત સુરત સહિતના વિસ્તારોમાં આજે પૂરના પાણી ઓસરી રહ્યા છે. જ્યારે બીજીતરફ નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ ચાલુ રહેતા આજે આઠ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. માંડવીમાં એકનું મોત નિપજ્યું છે. પૂરના કારણે વેપાર-ઉદ્યોગને કરોડનું નુકશાન થવા પામ્યું છે. ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં 19 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખેડા-આણંદમાં પણ હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે.

આગામી 12 કલાકમાં ભારે વરસાદની આગાહી

આગામી 12 કલાકમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 12 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ મધ્ય ગુજરાત ઉપરાંત દીવ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ સરદાર બ્રિજની બન્ને બાજુ ૨૫ કિ.મી. નો ટ્રાફિકજામ

ભરૂચ સરદાર બ્રિજની બન્ને બાજુ ૨૫ કિ.મી. નો ટ્રાફિકજામ

ભારે વરસાદના પગલે નેશનલ હાઇવેની હાલત અત્યંત ખરાબ થઇ છે. હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભરુચમાં હાઇવેની હાલત બદતર થતાં કલાકો સુધી ચક્કાજામની સ્થિતિ સર્જાઇ છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે એવો ચક્કાજામ યોજાયો છે કે એક કલાકમાં માંડ અડધો કિલોમીટર જેટલું અંતર કાપી શકાય છે. આ કારણે 22 થી 25 કિ.મી. સુધી ટ્રાફિક જામ થયો છે.

હાઇવે હોટલો પર ઉઘાડી લૂંટ

હાઇવે હોટલો પર ઉઘાડી લૂંટ

નેશનલ હાઇવે પર ચક્કાજામ થતા અટવાયેલા હજારો મુસાફરોની મજબુરીનો લાભ ઉઠાવી હાઇવે પરની હોટલો અને ઢાબાના સંચાલકોએે ઉઘાડી લૂંટ ચલાવી હોવના અહેવાલ છે. હોટલો અને ઢાબાઓ પર ગ્રાહકો પાસેથી રૂપિયા 12ની પાણીની બોટલના રૂપિયા ૩૦, બિસ્કીટના રૂપિયા 4થી 5ની જગ્યાએ રૂપિયા 8થી 10, એક કપ ચના રૂપિયા 20થી 30 અને જમવાના પણ ડબલ રૂપિયા વસુલી ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાની ફરિયાદો ઉઠી હતી.

વડોદરામાં પૂર સંકટથી 25000નું સ્થળાંતર

વડોદરામાં પૂર સંકટથી 25000નું સ્થળાંતર

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રનું જળસ્તર વધતાં વડોદરા સહિતના વિસ્તારોમાં પૂરનું સકંટ તોળાઇ રહયું છે. અત્યાર સુધીમાં 107થી વધુ ગામોમાંથી 25,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. વડોદરાના રેલ્વે ટ્રેક પર પાણી ભરાઇ જતાં મુંબઇ સહિતની કેટલીક ટ્રેનો રદ કરવી પડી હતી અને કેટલીક ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા હતાં. વડોદરામાં ગોત્રી તળાવ ફાટતા જળપ્રલય જેવી સ્થિતિ સર્જાતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. બચાવ કાર્ય માટે તંત્રએ રાહત કામગીરી હાથધરી છે.

ઉકાઇ કેચમેન્ટ 121 ઇંચ વરસાદ

ઉકાઇ કેચમેન્ટ 121 ઇંચ વરસાદ

ઉકાઇના કેમમેન્ટ એરિયામાં તો 72 કલાકમાં 121 ઇંચ વરસાદ પડતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. તાપીપૂરના પાણી ઓસરતા લોકોએ રાહતનો દમ લીધો હતો. જ્યારે તંત્રએ સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. શાળા કોલેજોમાં હાલ પરીક્ષા રદ કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદની જિલ્લાવાર સ્થિતિ જોઇએ તો રાજ્યના નવસારી સહિતના વિસ્તારોમાં હજી પણ પૂરનું સંકટ જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં તો વડોદરામાં 9 ઇંચ વરસાદથી ઠેર ઠેર સમગ્ર શહેર તરબોળ થઇ ગયું છે. વિશ્વામિત્રી નદી સહિત તમામ નદીઓ ઓવરફલો થતાં તેમજ ગોત્રી તળાવ ફાટતા ભારે અફરાતફરી મચી ગઇ છે. કેટલીક ટ્રેનો રદ કરવી પડી છે તો બસ વ્યવહાર સહિત વાહનવ્યવહાર ખોરવાઇ ગયો છે. હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગી છે. આજે કુલ ચારના મોત નિપજ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ આજે સાડાત્રણ ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભાવનગરમાં વરસાદને કારણે મકાન જમીનદોસ્ત થતાં એક વૃધ્ધાનું મોત નિપજ્યું છે.

દક્ષિણ ગુજરાત સુરત સહિતના વિસ્તારોમાં આજે પૂરના પાણી ઓસરી રહ્યા છે. જ્યારે બીજીતરફ નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ ચાલુ રહેતા આજે આઠ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. માંડવીમાં એકનું મોત નિપજ્યું છે. પૂરના કારણે વેપાર-ઉદ્યોગને કરોડનું નુકશાન થવા પામ્યું છે. ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં 19 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ખેડા-આણંદમાં પણ હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે.

આગામી 12 કલાકમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 12 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ મધ્ય ગુજરાત ઉપરાંત દીવ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ સરદાર બ્રિજની બન્ને બાજુ ૨૫ કિ.મી. નો ટ્રાફિકજામ

ભારે વરસાદના પગલે નેશનલ હાઇવેની હાલત અત્યંત ખરાબ થઇ છે. હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભરુચમાં હાઇવેની હાલત બદતર થતાં કલાકો સુધી ચક્કાજામની સ્થિતિ સર્જાઇ છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે એવો ચક્કાજામ યોજાયો છે કે એક કલાકમાં માંડ અડધો કિલોમીટર જેટલું અંતર કાપી શકાય છે. આ કારણે 22 થી 25 કિ.મી. સુધી ટ્રાફિક જામ થયો છે.

હાઇવે હોટલો પર ઉઘાડી લૂંટ

નેશનલ હાઇવે પર ચક્કાજામ થતા અટવાયેલા હજારો મુસાફરોની મજબુરીનો લાભ ઉઠાવી હાઇવે પરની હોટલો અને ઢાબાના સંચાલકોએે ઉઘાડી લૂંટ ચલાવી હોવના અહેવાલ છે. હોટલો અને ઢાબાઓ પર ગ્રાહકો પાસેથી રૂપિયા 12ની પાણીની બોટલના રૂપિયા ૩૦, બિસ્કીટના રૂપિયા 4થી 5ની જગ્યાએ રૂપિયા 8થી 10, એક કપ ચના રૂપિયા 20થી 30 અને જમવાના પણ ડબલ રૂપિયા વસુલી ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાની ફરિયાદો ઉઠી હતી.

વડોદરામાં પૂર સંકટથી 25000નું સ્થળાંતર

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રનું જળસ્તર વધતાં વડોદરા સહિતના વિસ્તારોમાં પૂરનું સકંટ તોળાઇ રહયું છે. અત્યાર સુધીમાં 107થી વધુ ગામોમાંથી 25,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. વડોદરાના રેલ્વે ટ્રેક પર પાણી ભરાઇ જતાં મુંબઇ સહિતની કેટલીક ટ્રેનો રદ કરવી પડી હતી અને કેટલીક ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા હતાં. વડોદરામાં ગોત્રી તળાવ ફાટતા જળપ્રલય જેવી સ્થિતિ સર્જાતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. બચાવ કાર્ય માટે તંત્રએ રાહત કામગીરી હાથધરી છે.

ઉકાઇ કેચમેન્ટમાં 72 કલાકમાં 121 ઇંચ વરસાદ

ઉકાઇના કેમમેન્ટ એરિયામાં તો 72 કલાકમાં 121 ઇંચ વરસાદ પડતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. તાપીપૂરના પાણી ઓસરતા લોકોએ રાહતનો દમ લીધો હતો. જ્યારે તંત્રએ સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. શાળા કોલેજોમાં હાલ પરીક્ષા રદ કરવામાં આવી છે.

English summary
Heavy rain in Gujarat : Thousands people migrated on flood warning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more