For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 17 જુલાઇ : છેવટે વરસાદ માટે તરસ્યા બનેલા ગુજરાત પર મેઘરાજાની મહેર વરસી છે. 16 જુલાઇની સાંજથી સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. જેના કારણે લોકોને રાહતની સાથે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં સરેરાશ 1થી 6 ઈંચ વરસાદ થતાં સામાન્ય પ્રજાજનો અને ખાસ કરીને ખેડૂત વર્ગ મોટી રાહત મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 184 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.

સમગ્ર રાજયભરમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન છવાયું છે ત્યારે હવામાન ખાતાએ આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. કોસ્ટલ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

રાજ્યના ગ્રામ્‍ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. જ્યારે ભારે વરસાદથી સૌરાષ્ટ્રની અનેક નદીઓમાં જળસ્તર વધી રહ્યાં છે અને નાની-નાની નદીઓમાં પાણીનો પ્રવાહ એકદમ તેજ બનતા પૂરની સ્થિતિ સર્જાઇ છે.

વરસાદે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઢાંક અને તેની આજુબાજુના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. આ વિસ્તારમાં માત્ર ચાર કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના કારણે ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

આગળ ક્લિક કરીને જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો...

1

1

ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ઉમરાળા તાલુકાના જાળિયામાં ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ થયાના અહેવાલો છે. વલસાડ અને ઉમરગામમાં 8-8 ઇંચ, વાપીમાં 7 ઇંચ, ગણદેવીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે.

2

2

અમદાવાદ અને ગાંધીનગરમાં દિવસ દરમિયાન છુટાછવાયાં ઝરમરિયાં થયા બાદ મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં. વાતાવરણનો આનંદ માણવા લોકો શહેરના વિવિધ બ્રિજ અને રિવરફ્રન્ટ પર પહોંચી જતા ત્યાં ભીડ જામી હતી. આજે ઘણા દિવસો બાદ અમદાવાદનું તાપમાન 32 ડિગ્રીએ પહોંચી જતા લોકોને દિવસભર ગરમીથી છૂટકારો મળ્યો હતો.

3

3

માણાવદરમાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થયો હતો. જુનાગઢમાં બે કલાકમાં 4 ઇંચ, માળિયાહાટીનામાં 4 ઇંચ, મેંદરડામાં 3 ઇંચ વરસાદ થયો હતો.

4

4

મંગળવારે રાત્રિથી જ વરસાદનું જોર વધી ગયું હતું. વલસાડ શહેર તથા તાલુકા વિસ્તારમાં 8 ઇંચ અને ઉમરગામ તાલુકામાં પણ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

5

5

સુરતનો વિશાળકાય ઉકાઇ ડેમની જળસપાટી 315.57 ફુટે પહોંચી છે. ઉકાઇ ડેમમાં પાણીની વ્‍યાપક આવકને પગલે નાની નદી અને જળાશયોમાં નવા નીર આવ્‍યા છે. નવા નીરના આગમનને પગલે લોકોમાં નવા ઉમંગ સાથે મેઘરાજાની ઠેર ઠેર વધામણી થઇ છે.

6

6

રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઢાંક અને તેની આજુબાજુના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. આ વિસ્તારમાં માત્ર ચાર કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.

English summary
Heavy rain started in all over Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X