For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ અફઘાની રાજદૂતને ગુજરાતના હરિપુરા ગામે જવાની સલાહ કેમ આપી? એવું શું છે આ ગામમાં

મોદીએ અફઘાની રાજદૂતને ગુજરાતના હરિપુરા ગામે જવાની સલાહ કેમ આપી? એવું શું છે આ ગામમાં

|
Google Oneindia Gujarati News

ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુન્દજઈ હાલ પોતાના હિન્દી પ્રેમને કારણે હિંદુસ્તાનીઓના દિલ જીતી રહ્યા છે. બુધવારે તેમનું એક ટ્વીટ ખુબ ચર્ચામાં રહ્યું જેમાં તેમણે એક ડૉક્ટર વિશે જણાવ્યું હતું જેણે તેમની પાસેથી કંસલ્ટેશન ફી ન લીધી, કેમ કે તે અફઘાની રાજદૂત હતા. ફરીદના આ ટ્વીટ બાદ લોકોએ તેમને પોતપોતાના શહેર/ ગામડે આવવાની સલાહ આપી, જેમાંથી એક યૂઝર બલકૌર ઢિલ્લોંએ તેમને પોતાના ગામ હરિપુરા આવવાનું આમંત્રણ આપ્યું. જેના પર ફીદે પૂછ્યું કે ગુજરાતમાં સુરતનું હરિપુરા ગામ?

Recommended Video

ગુજરાત : અફઘાનિસ્તાનના રાજદૂતની એક ટ્વીટ બાદ ગુજરાતનું આ ગામ આવ્યું ચર્ચામાં
ગુજરાતના હરિપુરા પણ જાઓ

ગુજરાતના હરિપુરા પણ જાઓ

જણાવી દઈએ કે બલકૌર ઢિલ્લોં રાજસ્થાનના રહેવાસી છે અને એક હરિપુરા તેમના રાજ્યમાં પણ છે. પરંતુ ફરીદના આ ટ્વીટને રિટ્વીટ કરતાં પીએમ મોદીએ ફરીદ મામુન્દજઈને હવે ગુજરાતના સુરત સ્થિત હરિપુરા ગામ આવવાનું પણ આમંત્રણ આપી દીધું છે. વડાપ્રધાને લખ્યું કે, 'તમે બલકૌરના હરિપુરા પણ જાઓ અને ગુજરાતના હરિપુરા પણ જાઓ, એનો પણ પોતાનો અલગ જ ઈતિહાસ છે.'

1938નું હરિપુરા અધિવેશન છે ઐતિહાસિક

1938નું હરિપુરા અધિવેશન છે ઐતિહાસિક

વડાપ્રધાનના આ ટ્વીટ બાદ કેટલાય લોકોના મનમાં સવાલ ઉઠવા લાગ્યા કે આખરે ગુજરાતના હરિપુરામાં એવું શું છે, કે વડાપ્રધાને અફઘાની રાજદૂતને ત્યાં જવાની સલાહ આપી દીધી. નેતાજી સુભાષ ચંદ્ર બોસ સાથે સુરતના હરિપુરાનો ખાસ સંબંધ રહ્યો છે. 1938ના ઐતિહાસિક હરિપુરા અધિવેશન પહેલાં ગાંધીજીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સુભાષ ચંદ્ર બોસને પસંદ કર્યા. કોંગ્રેસનું આ 51મું અધિવેશન હતું. માટે અધિવેશનમાં સામેલ થવા આવેલ કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચંદ્ર બોસનું સ્વાગત 51 બડધથી ખેંચેલા એક રથમાં કરાયું હતું.

હરિપુરા અધિવેશનમાં નેતાજીએ તોફાની ભાષણ આપ્યું

હરિપુરા અધિવેશનમાં નેતાજીએ તોફાની ભાષણ આપ્યું

હરિપુરા અધિવેશનમાં નેતાજીનું ભાષણ ખુબ પ્રભાવી થયું. ત્યાં સુધી કહેવાય છે કે કદાચ જ કોઈએ ઈતિહાસમાં આટલું પ્રભાવશાળી ભાષણ આપ્યું હશે. જો કે ગાંધીજીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સુભાષ ચંદ્ર બોસને પસંદ તો કર્યા, પરંતુ તેમને સુભાષ ચંદ્ર બોસની કાર્યપદ્ધતિ પસંદ ન આવી. આ દરમિયાન બીજા વિશ્વયુદ્ધના વાદળો છવાવા લાગ્યાં હતાં. સુભાષ ચંદ્ર બોસ ઈંગ્લેન્ડ પર આવેલા સંકટનો ફાયદો ઉઠાવી ભારતના સ્વતંત્રતા સંગ્રામને તેજી આપવા માંગતા હતા, પરંતુ ગાંધીજી તેમનાથી અસહમત હતા.

1968ના પૂરમાં આખું સુરત ડૂબ્યું પરંતુ હરિપુરા બચી ગયું

1968ના પૂરમાં આખું સુરત ડૂબ્યું પરંતુ હરિપુરા બચી ગયું

તાપી નદીના કાંઠે વસેલું સુરત કેટલીયવાર હોનારતોનો માર ખાઈ ચૂક્યું છે. વર્ષ 1968માં પણ આવી જ એક હોનારત આવી હતી, ભયાનક પૂરમાં આખું શહેર ડૂબી ગયું હતું પરંતુ હરિપુરા સુરક્ષિત રહ્યું. જણાવી દઈએ કે આ ગામ ભૌગોલિક રૂપે થોડી ઉંચાઈ પર આવેલું છે, માટે પૂરનું પાણી ગામમાં ઘૂસી ન શક્યાં.

English summary
here is why pm modi invited afghan Ambassador to haripura of surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X