For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Himachal Pradesh Election Result 2022 : કોંગ્રેસને ઓપરેશન લોટ્સનો ભય, હિમાચલના ધારાસભ્યોને રાજસ્થાન મોકલશે?

કોંગ્રેસને હવે ખરીદ-વેચાણની રાજનીતિનો ડર (ભાજપના ઓપરેશન લોટ્સ) સતાવી રહ્યો છે. જે કારણે તે પોતાના હિમાચલ પ્રદેશના ધારાસભ્યોને રાજસ્થાન મોકલવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

Himachal Pradesh Election Result 2022 : આજે હિમાતલ વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસે 8 બેઠક જીતી છે અને 28 બેઠક પર આગળ ચાલી રહી છે. આ સાથે ભાજપ 11 બેઠક જીતી ચૂકી છે અને 18 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે અન્યને 2 સીટ પર જીત મળી છે, તેમજ 2 બેઠક પર આગળ છે.

આ વચ્ચે કોંગ્રેસને હવે ખરીદ-વેચાણની રાજનીતિનો ડર (ભાજપના ઓપરેશન લોટ્સ) સતાવી રહ્યો છે. જે કારણે તે પોતાના હિમાચલ પ્રદેશના ધારાસભ્યોને રાજસ્થાન મોકલવાની તૈયારી કરી રહી છે.

Himachal Pradesh Election Result 2022

મીડિયાએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ભાજપ દ્વારા 'ઓપરેશન લોટસ'ના પ્રયાસોને રોકવા માટે કોંગ્રેસ હિમાચલ પ્રદેશના ધારાસભ્યોને રાજસ્થાન શિફ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ સૂત્રોએ જણાવ્યું કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને વરિષ્ઠ નેતા ભૂપિંદર સિંહ હુડ્ડાને 'ઓપરેશન લોટસ' ટાળવા માટે ધારાસભ્યોને બદલવાની જવાબદારી સોંપવામાં આવી છે.

હિમાચલથી ધારાસભ્યોને બસ દ્વારા રાજસ્થાન લઈ જવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે, AICC મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેઓ પણ આજે 8 ડિસેમ્બરના રોજ શિમલા પહોંચે તેવી અપેક્ષા છે.

હિમાચલ પ્રદેશમાં ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થશે કે, ભાજપ ફરી સત્તામાં આવશે કે, કોંગ્રેસ સત્તામાં પરત ફરશે. હિમાચલ પ્રદેશની જૂની 'પરંપરા'ને જોતા કોંગ્રેસનો વારો છે. જોકે, એક્ઝિટ મુજબ હિમાચલમાં ભારતીય જનતા પાર્ટી સત્તાનું પુનરાવર્તન કરી શકે છે. ઘણા એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશની 68 સભ્યોની વિધાનસભા માટે 12 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. 55 લાખ મતદારોમાંથી 75 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં કુલ 412 ઉમેદવારો મેદાનમાં છે.

English summary
Himachal Pradesh Election Result 2022: Congress is afraid of BJP's operation lots, preparing to send Himachal MLAs to Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X