મોદીની 19 કરોડની ભેટ તોષખાનામાં જમા, કન્યા કેળવણી માટે થશે ઉપયોગ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો,ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકાર તથા નરેન્દ્ર મોદીને નિરમા સિમેન્ટ પ્લાન્ટના મુદ્દે ઘેરનારા કનુભાઇ કળસરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. બુધવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ કનુભાઇ આરટીઓ ખાતે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. શહેરના સયાજીગંજ વિસ્તારમાં બે હોટલના માલિકે ફતેગંજ પારુલ એપાર્ટમેન્ટ સ્થિત પોતાના ઘરમાં લાઇન્સન્સવાળી રિવોલ્વરથી લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લેતા શહેર ભરમાં ખળભળાટ મચી ગયો છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો

નરેન્દ્ર મોદીએ કર્યો અનોખો સંકલ્પ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 3064થી વધુ ભેંટસોગાદો સરકારી તોષખાનામાં જમાં કરાવી છે. જેનું મૂલ્ય કૂલ 26.54 લાખ થવા પામ્યું છે. બાર વર્ષમાં 19 કરોડ રૂપિયાની ભેટ સરકારી તોષખાનામાં જમા કરાવી છે, આ રકમનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવામાં આવશે.

અમદાવાદઃ કનુભાઇ કળસરિયા ‘આપ’માં જોડાયા

અમદાવાદઃ કનુભાઇ કળસરિયા ‘આપ’માં જોડાયા

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકાર તથા નરેન્દ્ર મોદીને નિરમા સિમેન્ટ પ્લાન્ટના મુદ્દે ઘેરનારા કનુભાઇ કળસરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. બુધવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ કનુભાઇ આરટીઓ ખાતે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. તેમણે આ તકે કહ્યું હતુ કે, હું ભાજપમાં ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યો, પરંતુ મારું કોઇએ સાંભળ્યું નહીં, તેથી હુ હવે આમ આદમી પાર્ટીમાં જોડાયો છુ. સવારથી જ અમદાવાદીઓ મોટી સંખ્યામા સભ્ય બનવા માટે આરટીઓ ખાતે પહોંચી ગયા હતા.

વડોદરાઃ બે હોટલના માલિકનો આપઘાત

વડોદરાઃ બે હોટલના માલિકનો આપઘાત

શહેરના સયાજીગંજ વિસ્તારમાં બે હોટલના માલિકે ફતેગંજ પારુલ એપાર્ટમેન્ટ સ્થિત પોતાના ઘરમાં લાઇન્સન્સવાળી રિવોલ્વરથી લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લેતા શહેર ભરમાં ખળભળાટ મચી ગયો છે. હોટલના માલિકના આ પગલાંથી પરિવારજનો સહિત સમાજના આગેવાનો સ્તબ્ધ થઇ ગયા છે. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીએ આપઘાત પાછળનું કારણ જાણવા કવાયદ હાથ ધરી છે.

મોરબીઃ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડની હત્યા

મોરબીઃ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડની હત્યા

મોરબી શહેરમાંથી નિકળતી કેનાલ પાસે એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસના જાણ થતાં પીઆઇ સરવાણી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, પ્રાથમિક તપાસમાં કેનાલ પાસે જોગણીની મંદિર નજીક 50 વર્ષની ઉમરના આધેડને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લોન અપાવવાની લાલચ આપી છેતરતી ગેંગ ઝડપાઇ

લોન અપાવવાની લાલચ આપી છેતરતી ગેંગ ઝડપાઇ

અમદાવાદઃ શહેરમાં ઘર બેઠાં એચડીએફસી બેન્કમાંથી ઝીરો ટકા વ્યાજના દરે લોન આપવાનું કહીં લોકોને છેતરતી એક ગેંગના ચાર લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવમાં આવી છે. આ ટોળકી ખોખરામાં કોલસેન્ટર શરૂ રી ટેલિમાર્કેટિંગ દ્વારા લોક મેળવવા ઇચ્છુકોના સહી કરેલા કોરા ચેક અને દસ્તાવેજો મેળવી લઇને ગ્રાહકના બેન્ક એકાઉન્ટમાંથી રકમ ઉપાડી લીધી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બે મહિલા સહિત કુલ ચાર લોકો હજુ વોન્ટેડ છે.

નરેન્દ્ર મોદીએ વેચી દીધી ભેંટ સોંગાદો...

નરેન્દ્ર મોદીએ વેચી દીધી ભેંટ સોંગાદો...

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 3064થી વધુ ભેંટસોગાદો સરકારી તોષખાનામાં જમાં કરાવી છે. જેનું મૂલ્ય કૂલ 26.54 લાખ થવા પામ્યું છે. બાર વર્ષમાં 19 કરોડ રૂપિયાની ભેટ સરકારી તોષખાનામાં જમા કરાવી છે, આ રકમનો ઉપયોગ કન્યા કેળવણી માટે કરવામાં આવશે.

English summary
Dr. Kanubhai Kalsaria to join AAP in ahmedabad. here top new of gujarat in photos.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.