• search

મોદીના ગઢ ગુજરાતમાં ભાજપની કેટલી છે મજબૂત સ્થિતી?

By Kumar Dushyant

વડાપ્રધાનમંત્રીની ખુરશી પર નજર ટકાવીને બેઠેલા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે ગુજરાતની ચૂંટણી એકદમ મહત્વપૂર્ણ છે. ગત કેટલાક દિવસોથી પોતાની જનસભાઓમાં ગુજરાતના લોકોને નરેન્દ્ર મોદી ભાવાત્મક અપીલ કરી ગુજરાતના પુત્રને દિલ્હી મોકલવા માટે કહી રહ્યાં છે. સોમવારે ગુજરાતમાં પોતાની અંતિમ જનસભામાં લાલ કિલ્લા જેવું બનાવેલ સ્ટેજ પરથી નરેન્દ્ર મોદીએ લોકો પાસે તેમણે વડાપ્રધાન મંત્રી બનાવીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાની અપીલ કરી. પરંતુ ગુજરાતમાં લોકો સરદાર પટેલ અને નરેન્દ્ર મોદીને એક સમાન રીતે જુએ છે?

એક તરફ જ્યાં નરેન્દ્ર મોદી ગુજરાતી અસ્મિતાના નામ પર વોટ માંગી રહ્યાં છે, તો બીજી તરફ કોંગ્રેસ 'રાઇટ ટૂ ગુડ હેલ્થ' અને 'રાઇટ ટૂ હોમ'ની વાત કરી લોકો સુધી પહોંચી રહ્યાં છે. કોંગ્રેસે ગત 20 વર્ષમાં ગુજરાતમાં કોઇ જીત પ્રાપ્ત કરી નથી પરંતુ આ વખતે પાર્ટી માને છે કે લોકો તેમની સાથે છે.

કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા કહે છે કે ''આ વખતે અમે ગત લોકસભા ચૂંટણીથી વધુ સીટો જીતશે કારણ કે લોકો નરેન્દ્ર મોદી અને ભાજપના રાજકારણને સમજી ગયા છે.''

2009માં કોંગ્રેસનું પ્રદર્શન

2009માં કોંગ્રેસનું પ્રદર્શન

વર્ષ 2009માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 15 અને કોંગ્રેસને 11 સીટો મળી હતી. પરંતુ જ્યારે ગત વર્ષે બે સીટો પર પેટા ચૂંટણી થઇ, તો બંને સીટો પર કોંગ્રેસની હાર થઇ હતી અને પરિણામે કોંગ્રેસ પાસે નવ સીટો બચી. કોંગ્રેસના નેતાઓને આશા છે કે આ વખતે તેમણે ઓછામાં ઓછી છ સીટો પર જીત સરળતાથી મળશે જેમાં સાબરકાંઠા, ખેડા, આણંદ અને બારડોલી સીટનો સમાવેશ છે.

કોંગ્રેસની આશા

કોંગ્રેસની આશા

આદિવાસી વર્ચસ્વ ધરાવતી સાબરકાંઠા સીટ પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાનું પલડું ભારે દેખાઇ રહ્યું છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીથી નારાજ થઇને ભાજપમાંથી છુટા પડેલા સોમાભાઇ પટેલ સુરેન્દ્રનગર સીટ પરથી કોંગ્રેસને જીત અપાવી શકે છે. પોરબંદર સીટ પર એનસીપી સાથે કરારના લીધે કોંગસ ગુજરાતમાં 25 સીટો પર ચૂંટણી લડી રહી છે.

આ સીટ પર છે કોંગ્રેસના મજબૂત ઉમેદવાર

આ સીટ પર છે કોંગ્રેસના મજબૂત ઉમેદવાર

કોંગ્રેસને જે ઉમેદવારો મજબૂત નજર આવે છે તેમાં પંચમહાલ સીટ પરથી ભાજપના હાલના સાંસાદ પ્રભાત સિંહ ચૌહાણ વિરૂદ્ધ અમૂલ ડેરીના પ્રમુખ રામસિંહ પરમાર અને દાહોદ સીટ પરથી કોંગ્રેસની હાલની સાંસદ પ્રભા કિશોર તાવિયાડ સામેલ છે. મનમોહન સિંહ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભરત સિંહ સોલંકી, દિનશા પટેલ અને તુષાર ચૌધરી પણ મોતાની સીટો પર મજબૂત દેખાઇ રહ્યાં છે.

કોંગ્રેસમાં કાર્યકર્તાઓની ખોટ

કોંગ્રેસમાં કાર્યકર્તાઓની ખોટ

ચૂંટણી વિશેષજ્ઞ એમપણ માને છે કે જાતિય સમીકરણોના લીધે કોંગ્રેસને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની કેટલીક સીટો પર ફાયદો થઇ શકે છે. જો કે કોંગ્રેસ ગુજરાતમાં નબળી છે અને તેની પાસે કાર્યકર્તાઓની ખોટ છે. આ કારણે જ કોંગ્રેસ ગુજરાતની ઘણી શહેરી સીટો પર પહેલાંથી વધુ ખરાબ પ્રદર્શન કરતી જોવા મળી રહી છે.

મોદીનું મિશન 26

મોદીનું મિશન 26

નરેન્દ્ર મોદી જાણે છે કે આ વખતે ચૂંટણીમાં 272 સીટો એકઠી કરવી લોઢાના ચણા ચાવવા જેવી છે. એટલા માટે પોતાના ઘરેલૂ મેદાન પર સૌથી વધુ સ્કોર કરવા માંગે છે. સરદાર અને ગુજરાતી અસ્મિતાની અપીલ દ્વારા વોટ માંગી રહેલા નરેન્દ્ર મોદી ગુજરાતીઓને કહી રહ્યાં છે, ''60 વર્ષ બાદ ગુજરાતની પાસે પોતાના પુત્રને વડાપ્રધાન બનાવવાનો અવસર આવ્યો છે.''

હું દિલ્હીમાં રહીશ તો તમારો અવાજ સંભળાશે

હું દિલ્હીમાં રહીશ તો તમારો અવાજ સંભળાશે

નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમરેલીમાં યોજાયેલી અંતિમ રેલીમાં કહ્યું, ''હું દિલ્હીમાં રહીશ તો તમારો અવાજ સંભળાશે. આપણે ગત 60 વર્ષોથી પસ્તાઇ રહ્યાં છીએ. સરદાર પટેલ પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો ગ્રામીણ લોકો અને ખેડૂતો આજે વધુ ખુશ થાત. હવે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા અને સરદારની માતૃભૂમિના આ પુત્રને એક તક આપવાનો સમય છે.''

મોદીના સૌથી લોકપ્રિય નેતા સરદાર પટેલ

મોદીના સૌથી લોકપ્રિય નેતા સરદાર પટેલ

ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું મુખ્ય સમર્થન પટેલ મતદારો પાસેથી આવે છે તેમના સૌથી લોકપ્રિય નેતા સરદાર પટેલ છે. નરેન્દ્ર મોદી ગત વખતે પોતાને સરદાર સમાન ગણાવી રહ્યાં છે અને લોકો સાથે વોટ માંગી રહ્યાં છે.

મતદારો મોદીને માને છે હિન્દુઓના મસીહા

મતદારો મોદીને માને છે હિન્દુઓના મસીહા

વરિષ્ઠ પત્રકાર કહે છે કે ''નરેન્દ્ર મોદીએ એમ કહીને વોટ માંગ્યા છે કે ગત કેટલાક વર્ષોથી ગુજરાતની સાથે અન્યાય થયો છે, પરંતુ નરેન્દ્ર મોદીના મોટાભાગના મતદારો આજે પણ તેમણે એક હિન્દુ મસીહા તરીકે જુએ છે અને વોટ આપે છે.''

ભાજપની આશા

ભાજપની આશા

વર્ષ 2002માં થયેલા રમખાણો બાદ ગુજરાત મોડલ સામે રાખી પોતાની વિકાસ પુરૂષની છબિને પ્રોત્સાહન આપનાર નરેન્દ્ર મોદી બારડોલી ઉપરાંત ગુજરાતની લગભગ-લગભગ બધી શહેરી સીટો પર મજબૂત જોવા મળી રહી છે. જો કે કેટલીક ગ્રામીણ સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આકરી ટક્કરની સંભાવના છે.

ભાજપ બધી સીટો પર જીત પ્રાપ્ત કરશે

ભાજપ બધી સીટો પર જીત પ્રાપ્ત કરશે

ગુજરાતના ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલ કહે છે, ''30 એપ્રિલના રોજ ગુજરાતમાં રેકોર્ડ વોટિંગ થશે અને ભાજપ બધી સીટો પર જીત પ્રાપ્ત કરશે.'' ગુજરાતમાં નરેન્દ્ર મોદી સિવાય ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને અભિનેતા પરેશ રાવલ માટે પણ 30 એપ્રિલના ફેંસલાનો દિવસ હશે.

ચૂંટણી રાજકારણ ટકી રહેવાનો એકમાત્ર સહારો

ચૂંટણી રાજકારણ ટકી રહેવાનો એકમાત્ર સહારો

પરેશ રાવલને નરેન્દ્ર મોદીએ અમદાવાદ (ઇસ્ટ)ને હાલના સાંસદ હરિન પાઠકની જગ્યાએ ટિકીટ આપી છે. પરેશ રાવલને તેના લીધે ભાજપ કાર્યકર્તાઓનો ગુસ્સો સહન કરવો પડ્યો હતો. તો બીજી તરફ લાલકૃષ્ણ અડવાણી માટે આ ચૂંટણી રાજકારણ ટકી રહેવાનો એકમાત્ર સહારો છે. લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર સીટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તે એ જ સાંસદ છે. તો નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડી રહ્યાં છે. આ સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે.

English summary
How much BJP will Storng in Modi's Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more